ડિજિટલ કેટગરીમાં પ્રથમવાર વર્લ્ડ રેકોર્ડ:દેશમાં સૌપ્રથમ શહેરના યુવકે ફ્લેશ મેમરીમાં ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારસિયાનો દેવેશ જ્ઞાનચંદાણી નાનપણથી શાર્પ મેમરી ધરાવે છે

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા અનેક લોકો પ્રયત્નો કરતા હોય છે, જેમાં ઘણા સફ‌‌ળ પણ રહે છે. વારસિયામાં રહેતો દેવેશ જ્ઞાનચંદાની નાનપણથી જબરદસ્ત યાદશક્તિ ધરાવે છે. હાલ જ તેણે યાદશક્તિ માટે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દેવેશે માસ્ટર્સ ઓફ કમ્પ્યૂટર્સનો અભ્યાસ કર્યો છે.

દેવેશ જ્યારે ધો.8માં ભણતો હતો ત્યારે તેણે વિજ્ઞાનનું આખું પુસ્તક યાદ કરી લીધું હતું. શિક્ષકોએ 2009માં તેને ઓલ ઈન્ડિયા પબ્લિક સ્કૂલ કોન્ફરન્સમાં પ્રતિભા દાખવવાની તક આપી હતી. 2015માં જર્મનના વૈજ્ઞાનિક બોરિસ કોનરાડએ ફ્લેશ મેમરીમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે બાદ આ કેટેગરીમાં કોઈએ રેકોર્ડ નહોતો તોડ્યો. 2021માં દેવેશે આખા ગુજરાતમાં ફ્લેશ મેમરી માટે અને ભારતમાં ડિજિટલ કેટગરીમાં પ્રથમવાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દેવેશને કેલેન્ડર 0001 થી લઈને 9999 તારીખ-વાર સાથે યાદ છે.

અન્ય સમાચારો પણ છે...