ઝઝૂમે એ જીતે:પહેલાં કેન્સર પછી કોરોના ત્રાટક્યો, બન્ને હંફાવી ચૂકી છે વડોદરાની કિશોરી

વડોદરાએક વર્ષ પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
નૂપુરની તસવીર - Divya Bhaskar
નૂપુરની તસવીર
  • પરિવાર, સમાજનો ટેકો તથા હકારાત્મક અભિગમથી બે ગંભીર બીમારીને હંફાવી
  • હવે સમાજની સેવા માટે જીવન સમર્પિત કરવાનો નિર્ધાર

કોરોના મહામારી દરમિયાન કપરા સમયની વચ્ચે મધ્યમ વર્ગની દીકરી નૂપુરની ઈશ્વરે કેન્સર અને કોરોનાની બેવડી પરીક્ષા છ મહિનામાં જ લીધી હતી. પણ હકારાત્મક અભિગમ, સમાજ અને શિક્ષકોની હુંફથી બંને બીમારીઓ પર વિજય મેળવ્યો છે. આ સાથે જ નૂપુર નવું જીવન સમાજ માટે સમર્પિત કરવાનો નિર્ધાર કરીને તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવી રહી છે.

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા જયેશભાઈ અને વિટાબેનની એકની એક દીકરી નૂપુરને ગત વર્ષે ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા આપ્યા બાદ બ્લડ કેન્સરનો એક પ્રકાર ગ્રે ઝોન લિમ્ફોમા હોવાનું નિદાન થયું હતું જેને પગલે પરિવારે પ્રાથમિક તબક્કે હિંમત ગુમાવી હતી. હિંમત મેળવી સારવાર શરૂ કરાવી હતી. એ પછી નવેમ્બરમાં નૂપુર કોરોનાથી સંક્રમિત બની હતી. પરંતુ પોઝિટિવ વિચારધારાથી માત્ર પંદર દિવસના હોમક્વોરેન્ટાઇન દ્વારા એ કોરોનામાંથી પણ સાજી થઈ હતી. બંને મુશ્કેલીઓમાંથી પાર ઉતરી સમાજ દ્વારા મળેલા ઋણને પરત કરવા વુમન એમ્પાવરમેન્ટ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સમાજ સેવાની શરૂઆત કરી છે. હવે તે ફોરેન્સિક ડૉક્ટર બનવા માટેનો અભ્યાસ કરી રહી છે.

ગ્રે ઝોન લિમ્ફોમા કેન્સર હજારમાંથી માંડ એક જણને થતી રેર બીમારી
ગ્રે ઝોન લિમ્ફોમા કેન્સરના હજાર દર્દી પૈકી એક દર્દીને થાય છે. રક્તકણ અને શ્વેતકણની વચ્ચેનો આ કેન્સરનો પ્રકાર છે સામાન્ય રીતે 16થી 24 વર્ષના યુવાનને આ કેન્સર થાય છે. - ડો. જીગર પટેલ,ઑન્કોલોજીસ્ટ

આર્થિક મદદ દ્વારા લોકોએ ઝોળી છલકાવી પરિવારે વધુ પૈસા પરત કર્યા
નૂપુરના મમ્મીએ જણાવ્યું હતું કે દીકરીને સારવાર માટે સમાજ અને શિક્ષકો દ્વારા હિંમત મળી હતી. મિત્રો એનજીઓ અને અન્ય દ્વારા અમારા ખાતામાં લાખો રૂપિયા જમા થયા હતા. પરંતુ અમે સારવારના ખર્ચ સિવાયની રકમ પરત કરી છે. અમારે સારવારના ખર્ચ સિવાય વધારે કશું જ નથી જોઈતું.

અન્ય સમાચારો પણ છે...