દુષ્કર્મ કેસ:યુવતીને લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી ફાઇનાન્સરે દુષ્કર્મ આચર્યુ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની તરીકે રાખીને ગર્ભવતી કર્યા બાદ લગ્ન ન કરતાં ફરિયાદ

શહેરના ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી ફાયનાન્સર યુવકે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરતાં યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. બનાવ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. બનાવની વિગત એવી છે કે, ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીના પિતાને મકાનના રિનોવેશન માટે લોનની જરુર પડતાં ફાયનાન્સનો ધંધો કરતા મુળ પંજાબના રાકેશ ગોપાલદાસ શર્મા (રહે, આંગન ફ્લેટ , સલારામ મંદિર પાસે, સમા) નો યુવતી અને તેના પિતાએ સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી.

રાકેશ શર્માએ યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર દુષ્કર્મ કર્યું હતું. રાકેશ પરિણીત હોવા છતાં તેણે યુવતીને તે પત્ની સાથે છુટાછેડા લઇ લેશે તેમ જણાવી લગ્નની લાચ આપી હતી રાકેશે યુવતીને તેની પત્ની તરીકે રાખી હતી અને બંને સાથે રહેતા હતા. 2020માં યુવતી ગર્ભવતી થયા બાદ તેણે પુત્રને જન્મ આપ્યો હતો. રાકેશ તે પહેલાં બિઝનેસ સેટ કરવાના બહાને પંજાબ જતો રહ્યો હતો પણ ત્યારબાદ પુત્રનો જન્મ થતાં યુવતી પાસે વડોદરા આવ્યો હતો. યુવતીએ તેને લગ્નની વાત કરતાં રાકેશ ઉશ્કેરાયો હતો અને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

રાકેશે યુવતીને પત્ની તરીકેનો દરજ્જો નહી આપીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને યુવતી તથા તેના બાળકને મારી નાખવાની ધમકી આપી હતી. તથા પરિવારને પણ બદનામ કરવાની ધમકી આપી હતી. યુવતીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.

રાકેશ શર્મા ટ્વીન્સ બાળકોનો પિતા છે
પોલીસના જણાવ્યાં પ્રમાણે રાકેશ ગોપાલદાસ શર્મા ફતેગંજ માં એમ્પરર બિલ્ડીંગમાં એમ.એમ.ગૃપ નામથી ફાયનાન્સનો ધંધો કરે છે. આ ઉપરાંત રાકેશ મકરપુરા, જી.આઇ.ડી.સી.માં પ્રખર ઇન્ડસ્ટ્રીયલ પ્રા. લી. કંપની પણ ચલાવે છે. જયાર તેની પત્ની પણ ટ્રાવેલીંગનો વ્યવસાય કરે છે. રાકેશ વર્ષ 2003માં પત્ની સાથે વડોદરા આવ્યો હતો અને પતિ-પત્ની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરતા હતા.ત્યાર બાદ ફાયનાન્સનો ધંધો શરુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...