સાથી કર્મી નરાધમ નીકળ્યો:વડોદરાની હોટલના ફાયનાન્સ મેનેજરે લગ્નની લાલચ આપી હોટલની આસિ. મેનેજર પર દુષ્કર્મ આચર્યું

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફાઇનાન્સ મેનેજરે યુવતીને વડોદરા બોલાવી દુષ્કર્મ આચર્યું

વડોદરાની જાણીતી હોટલમાં નોકરી કરતા ફાયનાન્સ મેનેજરે પોતાની જ હોટલની ઇન્દોરની હોટલમાં આસિ. મેનેજર તરીકે નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ ફાયનાન્સ મેનેજરે સગાઇ પણ કરી લીધી હતી. લગ્નના સપના જોતી આસિ. મેનેજરને પોતાના પ્રેમીએ સગાઇ કરી લીધી હોવાની જાણ થતાં ચોંકી ઉઠી હતી. દરમિયાન તેણીએ આજે વડોદરા સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

એક વર્ષ પહેલા બન્ને સંપર્કમાં આવ્યા
આ બનાવ અંગેની સયાજીગંજ પોલીસ મથકમાંથી મળેલી માહિતી મુજબ ઇન્દોરની એક જાણીતી હોટલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતી યુવતીના સંપર્કમાં હોટલના ફાયનાન્સ વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતો ક્રિષ્ણા જુગલકિશોર ગોયલ 2021માં સંપર્કમાં આવ્યો હતો. અવાર-નવાર સંપર્ક થતાં ક્રિષ્ણાએ યુવતીને લગ્ન કરવાની તૈયારી બતાવી હતી. આથી બંને વચ્ચેની મિત્રતાં ઘનિષ્ઠ બની હતી. એક વર્ષના સમયગાળામાં બંને વચ્ચે ઘનિષ્ઠ સબંધો બંધાયા હતા. દરમિયાન ક્રિષ્ણા ગોયલની બદલી ફેબ્રુઆરીમાં હોટલની મુખ્ય શાખા વડોદરામાં તેની બદલી થઇ હતી.

ક્રિષ્ણાએ યુવતીને વડોદરા બોલાવી
ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી માસમાં ક્રિષ્ણાએ યુવતીને વડોદરા બોલાવી હતી. એસટી ડેપો પાસેની હોટલમાં લઇ ગયો હતો. આ પછી જૂન માસમાં પણ ત્રણ દિવસ સુધી વડોદરા બોલાવી ડેપો પાસેની હોટેલમાં લગ્નની લાલચ આપી રોકી હતી. અને ક્રિષ્ણાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઓગસ્ટના અંતિમ વીકમાં ક્રિષ્ણા ગોયલે હું ઇન્દોર ખાતે આવું છું અને મને છોકરીવાળા જોવા માટે આવે છે તેવો મેસેજ યુવતીને કર્યો હતો.

ઇન્દોર મહિલા પોલીસમાં અરજી આપી
ક્રિષ્ણાને મેસેજ મળતા યુવતી ચોંકી ઉઠી હતી. અને ક્રિષ્ણાને યુવતીએ કહ્યું હતું કે, મારી સાથે લગ્ન કરવાની વાતચીત કરી શારીરિક સુખ ભોગવી તું બીજી છોકરી સાથે સગાઇ કરવા માગે છે તેમ કહેતા ક્રિષ્ણાએ કહ્યું હતું કે, મારા ઘરના સભ્યોએ આ છોકરી સાથે મારી સગાઇ નક્કી કરી દીધી છે. હું મજબૂર છું. ક્રિષ્ણાનો જવાબ સાંભળી યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જો કે, યુવતીએ પોતાની જિંદગી બગાડનાર ક્રિષ્ણા સામે ઇન્દોરના મહિલા પોલીસ મથકમાં અરજી આપી હતી.

આખરે યુવતીએ વડોદરા આવી ફરિયાદ નોંધાવી
જો કે, દુષ્કર્મની ઘટના વડોદરામાં બની હોવાથી ક્રિષ્ણાએ વડોદરામાં આવી વડોદરાની હોટલમાં ફાયનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવનાર ક્રિષ્ણા ગોયલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ક્રિષ્ણા ગોયલની અટકાયત કરી હતી. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...