તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઇનલ બેઠક:કોંગ્રેસની આજે ફાઇનલ બેઠક,પાંચ રનિંગ કોર્પોરેટર્સનું સસ્પેન્સ ખૂલશે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • યાદવાસ્થળીમાં ડેમેજ કન્ટ્રોલ કમિટીના સભ્યોની ટિકિટ ઘોંચમાં પડી
 • ચિરાગ ઝવેરીની રાજકીય કારકિર્દી દાવ પર : રાવત અમી દૃષ્ટિની રાહમાં

પાલિકાની ચૂંટણી પૂર્વે અગાઉ જીતેલી કોંગ્રેસની પેનલ ખુદ મોવડી મંડળે તોડતાં કોંગી વર્તુળમાં વિવાદ સર્જાયો છે. આજે કોંગ્રેસ દ્વારા ફાઇનલ બેઠક બાદ 56 ઉમેદવારોની યાદી જાહેર કરાશે.પાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસના 2 વોર્ડમાં પેનલ આવી હતી અને તેમાં વોર્ડ 1 અને વોર્ડ 16નો સમાવેશ થતો હતો. કોંગ્રેસના 14 ઉમેદવારો કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને 1 બેઠક પેટા ચૂંટણીમાં ગુમાવી હતી. પાલિકાના નવા સીમાંકનમાં છાણી ગામનાં 17 જેટલાં બૂથ વૉર્ડ નં.1માં આવ્યાં છે.

આ સંજોગોમાં વૉર્ડ નં.1 માં પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલ અને વૉર્ડ પ્રમુખ હરીશ પટેલમાંથી એકની પસંદગી કરવાનો વારો આવ્યો છે, જેના કારણે વૉર્ડ નં.1માં 2 બેઠકના ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું છે. જોકે પાટીદાર પાવરને ધ્યાનમાં રાખી મજબૂત પાટીદારને મેદાનમાં ઉતારવાનો તખ્તો કોંગ્રેસે ગોઠવ્યો છે. તેવી જ રીતે વિપક્ષના પૂર્વ નેતાની પેનલમાંથી માત્ર 2 જ નામ રિપીટ કરાયાં છે,

ત્યારે તેમાં પણ 2 નામો નવાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.કોરોના કાળમાં વૉર્ડ 3માં સેવા કરનાર યુવા અગ્રણીને સાચવવા પરિવારના સભ્યને વૉર્ડ 2માં ઉતારવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે અને તેની પાછળ વોટ બેંકનું ગણિત મૂકાયું છે. 13માંથી 5 પૂર્વ કોર્પોરેટર અમી રાવત, હેમાંગીની કોલેકર, ચિરાગ ઝવેરી, અતુલ પટેલ અને જયેશ રાઠવાના રિપીટ થવા અંગે કોંગ્રેસે સસ્પેન્સ યથાવત્ રાખ્યું છે અને ડેમેજ કન્ટ્રોલ કમિટીના જ કેટલાક સભ્યોની ટિકિટ અટવાઈ પડી છે. ચિરાગ ઝવેરીની રાજકીય કારર્કિદી દાવ પર લાગી છે.

સાંસદના વોર્ડમાં શહેર કોંગ્રેસ પ્રમુખના ફિક્સિંગનો આક્ષેપ, કોંગ્રેસના એક જૂથની પ્રદેશમાં રજૂઆત
પાલિકાની ચૂંટણીને લઇને કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદે ભારે જૂથબંધી પ્રર્વતી રહી છે. વોર્ડ નં. 2માં શહેર પ્રમુખના માનીતા કાર્યકર એલ્ડ્રીન થોમસની પસંદગીની કવાયત સામે કાયર્કરોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાલમાં ચાલી રહેલી ટિકિટ ફાળવણી મુદે વોર્ડનં. 2 ના કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓસોમવારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જયાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે શહેરના સાંસદ રંજનબહેન ભટ્ટનો આ વોર્ડ છે. જેથી શહેર કોંગ્રેસ પ્રમુખે ફિક્સિંગ કરી ચારેય બેઠકો ભાજપને મળે તેવો તખ્તો ગોઠવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો