બાળકના જીવનના વિકાસશીલ તબક્કામાં એક મહાન શિક્ષકનો પ્રભાવ ક્યારેય ભૂંસી શકાતો નથી. ત્યારે અઢી દાયકાથી શિક્ષકનું કાર્ય સાથે સંકળાયેલા ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલના આચાર્યને ગ્લોબલ પ્રિન્સીપલ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.લીના નાયરને એ.કે.એસ. એજ્યુકેશન એવોર્ડ દ્વારા તાજેતરમાં યોજાયેલા વર્ચુઅલ સમારોહમાં સન્માનીત કરવામાં આવ્યા છે. તેમને ગ્લોબલ પ્રિન્સીપલ્સ એવોર્ડ આપવામાં આવ્યો છે.
વિશ્વના 72 આચાર્ય સાથે સન્માન
વર્ષ 2020 માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારા તે વિશ્વના 31 દેશોના 72 આચાર્યોમાંના એક છે. લીના નાયરને તેમની અઢી દાયકાની શિક્ષણ કારકીર્દિ દરમિયાન ઉત્કૃષ્ટ નેતૃત્વ પ્રવૃત્તિઓ, વિજેતાની ભાવના અને શિક્ષણ ક્ષેત્રે તેમણે જે મહત્વપૂર્ણ કાર્ય કરી યોગદાન આપ્યું છે તેના માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ કરવાથી, તેમણે વિદ્યાર્થીઓ અને શહેરના શિક્ષણમાં મહત્વનો ફાળો આપવા ઉપરાંત અન્ય શિક્ષકો માટે શ્રોષ્ઠ ઉદાહરણ બેસાડયું છે.
શિક્ષણ ક્ષેત્રમાં એવોર્ડ અપાય છે
એ.કે.એસ. એજ્યુકેશન એવોર્ડ્સનો ગ્લોબલ પ્રિન્સીપલ એવોર્ડ એલર્ટ નોલેજ સર્વિસિસ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ એક દાયકાથી વધારે સમય શાળાઓ અને કોલેજો સાથે કામ કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનું કામ કરનાર શિક્ષકને આપવામાં આવે છે. દર વર્ષે વિશ્વવ્યાપી શિક્ષકોને તેમની પ્રશિક્ષણ અને અસરકારકતા, શિક્ષણ, વિશેષ નેતૃત્વ, સમુદાય સાથેની સંલગ્નતા અને શૈક્ષણિક કાર્યક્રમોના વિકાસના પાસાઓ પ્રત્યેની તેમની ક્ષમતા માટે સન્માનિત કરવા એકેએસ એજ્યુકેશન એવોર્ડની સન્માનીત કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.