પ્રેક્ટિકલ શરૂ:બોર્ડનો ડર દૂર થયો, હવે આ પ્રયોગ થિયરીમાં કામ લાગશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 12 સાયન્સના વિદ્યાર્થીઓનો સૂર
  • વિદ્યાર્થીઓમાં બોર્ડનાે હાઉ નીકળી જતાં આત્મવિશ્વાસ વધ્યો

બે વર્ષ પછી બુધવારથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઇ હતી. જે 12 માર્ચ સુધી અલગ-અલગ તબક્કામાં યોજાશે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, બોર્ડ પરીક્ષા હોવાથી નર્વસ હતા, જોકે પરીક્ષા ખંડમાં ડર દૂર થયો હતો. સ્કૂલમાં ઓફલાઇન પ્રેક્ટિકલની તાલીમ કામે લાગી છે. પરીક્ષાનો હાઉ દુર થતાં અને આત્મવિશ્વાસ વધતાં આ અનુભવ થિયરીની પરીક્ષામાં પણ કામ લાગશેવડોદરા શહેર-જિલ્લામાં કુલ 21 સ્કૂલોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 1805 વિદ્યાર્થીઓ પૈકી 1787 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કોરોના મહામારી ના બે વર્ષના સમયગાળા પછી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરના પગલે 4 મહાનગરોમાં પ્રેકટીકલ પરીક્ષા લેવામાં આવ ના હતી. આ વખતે પ્રેકટીકલ પરીક્ષાઓ 12 માર્ચ સુધી લેવાશે. સ્કૂલના ત્રણ શિક્ષક અને બોર્ડ દ્વારા મૂકવામાં આવેલા એક શિક્ષક એમ કુલ ચાર શિક્ષકો દ્વારા પ્રાયોગિક પરીક્ષાનું નિરીક્ષણ કરીને માર્ક્સ અપાશે. 10થી 1 વાગ્યા સુધી અને 2 થી 5 સુધી 2 તબક્કામાં પરીક્ષા લેવાય છે. વિદ્યાર્થીઓએ ગત વર્ષે ધોરણ 11માં બીજી લહેરના પગલે પરીક્ષા આપી શકયા ના હતા. જોકે ત્યારબાદ ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં ધોરણ 12માં વિદ્યાર્થીઓને પૂરતી પ્રેકટીસનો સમય મળ્યો હતો.

ઓફલાઇન પરીક્ષા જ યોગ્ય છે
બોર્ડની પરીક્ષા ઓફલાઇન જ યોગ્ય છે. પ્રેકટીકલની પરીક્ષા હતી પણ બોર્ડ હતું એટલે થોડો ભય લાગતો હતો. પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી પ્રેકટીકલ કરતી સમયે કોઇ પણ ડર રહ્યો ન હતો.> પ્રગતી જોશી, વિદ્યાર્થીની

બોર્ડ પરીક્ષા હોવાથી નર્વસ હતો
બોર્ડની પરીક્ષા હોવાથી નર્વસ હતો. ઓનલાઇન શિક્ષણમાં હેરાનગતિ થઇ હતી તેમાંથી મુક્તી મળી છે. હવે કોન્ફીડન્સ લેવલ પણ વધી ગયું છે. > અમન નાગર, વિદ્યાર્થી

પ્રેક્ટિકલ બાદ આત્મવિશ્વાસ વધ્યો
બોર્ડની પ્રેકટીકલ પરીક્ષા આપી હોવાથી હવે કોન્ફીડન્સ લેવલ વધ્યું છે. હવે 28મી તારીખથી થીયરીની પરીક્ષા માટે પણ અમે સજજ છીએ. પરીક્ષાનો ડર મનમાંથી દૂર થઇ ગયો છે > સ્વરા પટેલ, વિદ્યાર્થિની

અન્ય સમાચારો પણ છે...