વિવાદની હેટ્રિક:ડામર પાથરવા મુદ્દે કોર્પોરેટરના પિતાની કર્મીઓ સાથે તડાફડી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા ફરી ભેરવાયા
  • ​​​​​​​ઇજનેરી શાખા 1 દિવસના​​​​​​​ કામને અઠવાડિયું લગાડતી હોવાનો આક્ષેપ

ભાજપના ઇલેક્શન વૉર્ડ ન.7ના મહિલા કોર્પોરેટરના પિતા વધુ એક વખત વિવાદમાં આવ્યા છે.શહેરના ખાડા પૂરવા માટેની ચાલી રહેલી કવાયતમાં ડામર પાથરવાના મુદ્દે યુવા કોર્પોરેટરના પિતાએ વૉર્ડ 8ના ઇજનેરી વિભાગ સામે ખુલ્લો આક્ષેપ કર્યો હતો. વૉર્ડ 7ના ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ અગાઉ કારેલીબાગ ટાંકી ખાતે પાણી વિતરણ મામલે ડેપ્યુટી ઈજનેરને રૂમમાં પણ પૂરાવી દીધો હતો.

આ વિવાદ બાદ વૉર્ડ 8ના સેનેટરી ઇન્સ્પેક્ટરને અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ થયો હતો. દરમિયાન ભૂમિકા રાણા અને તેમના પિતાએ ફતેપુરા રાણાવાસમાં ગરબાનંુ આયોજન કરાયું હોવાથી ત્યાં ખાડા પર પેચ વર્ક કરવા સૂચના આપી હતી.જે કામગીરી ન થતાં રોષે ભરાયેલા નરેશ રાણા ડામર લઇને નીકળેલા ટ્રેક્ટરનું લોકેશન શોધવા નીકળ્યા હતા અને બહુચરાજી રોડ પાસે ટ્રેક્ટરની આડે ઉભા રહેતા વિવાદ થયો હતો.

આ વિવાદ અંગે ડામર લઇને નીકળેલા કર્મચારીએ જણાવ્યું હતું કે અમને ત્યાં શું આપે છે.અમે કામગીરી કરીએ અને અમને એવું કહ્યું હતું કે કોંગ્રેસ ના લોકો ના ઘર પાસે ડામર નાખવો નહીં.જયારે નરેશ રાણાએ આક્ષેપોને વાહિયાત ગણાવતા જણાવ્યું હતું કે વૉર્ડ 8ની ઇજનેરી શાખા એક દિવસના કામને સાત દિવસ લગાડે છ. રાણાવાસમાં ડામર પાથરવા ખાતરી આપી હતી પરંતુ એવું થયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...