• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Father Of A Young Woman Accused The Oasis Organization Of Having A Daughter Issue, Ordering An Inquiry And The CP Office Went To Present The Mob.

વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:પોલીસ કમિશનરે ઓએસિસ સંસ્થા તપાસના આદેશ આપતા CP ઓફિસે ટોળું પહોંચ્યું, એક યુવતીએ કહ્યું: 'હું 18 વર્ષની છું. મારો નિર્ણય જાતે લેવાનો મને અધિકાર છે'

વડોદરા4 દિવસ પહેલા
ઓએસિસ સંસ્થા સામે તપાસના આદેશને પગલે સંસ્થા સાથે સંકળાયેલી યુવતી સહિતના પહોંચ્યા હતા
  • યુવતીએ કહ્યું- હું 18 વર્ષની છું. મારો નિર્ણય જાતે લેવાનો મારો અધિકાર છે
  • સંસ્થા સંકળાયેલા યુવાનો, યુવતીઓ અને કેટલાક યુવાનો અને યુવતીઓના વાલીઓ

ચકચારી દુષ્કર્મ વિથ આપઘાતના બનાવ બાદ વિવાદમાં આવેલી શહેરની ઓએસિસ સંસ્થામાં પોલીસ કમિશનરે તપાસનો હુકમ કરતાં સંસ્થાના સંચાલકોમાં દોડધામ મચી ગઇ છે. સંસ્થા સંકળાયેલા યુવાનો, યુવતીઓ અને કેટલાક યુવાનો અને યુવતીઓના વાલીઓ આજે સાંજે પોલીસ ભુવન પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. એક યુવતીએ જણાવ્યું હતું કે, હું 18 વર્ષની છું. મારો નિર્ણય જાતે લેવાનો મારો અધિકાર છે. નોંધનીય છે કે, આ યુવતીના વાલીએ બે દિવસ પહેલાં દીકરીને સંસ્થા મોકલતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. વયની છું.

મીડિયાના સવાલોના જવાબ આપવાનું સભ્યોએ ટાળ્યું
દુષ્કર્મ વિથ આપઘાતના બનાવ બાદ ઓએસિસ સંસ્થા સામે તપાસ કરવા તેમજ સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા માટે પોલીસ કમિશનરને અનેક રજૂઆતો અને ફરિયાદો મળી હતી. જે રજૂઆતો અને ફરિયાદો બાદ પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે સંસ્થામાં તપાસ કરવા માટે એ.સી.પી. ક્રાઇમ ડી.એસ. ચૌહાણને હુકમ કર્યો હતો. તપાસનો હુકમ થતાં અને તપાસ શરૂ કરાતા સંસ્થાના બચાવમાં સંસ્થાના સંચાલકો, સંસ્થા સાથે સંકળાયેલી યુવતીઓ અને યુવાનો તેમજ કેટલાક વાલીઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવી પહોંચતા ચકચાર મચી ગઇ હતી. ઓએસિસ સંસ્થાના સંકળાયેલા યુવાનો અને યુવતીઓ પોલીસ ભુવન પહોંચ્યા હોવાની જાણ મીડિયાને તેઓ પોલીસ ભુવન દોડી ગયા હતા. પત્રકારોએ સવાલોનો મારો ચલાવતા કેટલાક સભ્યોએ જવાબ આપવાનું ટાળ્યું હતું. અને રવાના થઇ ગયા હતા.

એક યુવતી ઘરે ન જતી હોવાના મામલે સીપીએ તપાસના આદેશ આપ્યા છે
એક યુવતી ઘરે ન જતી હોવાના મામલે સીપીએ તપાસના આદેશ આપ્યા છે

ખોટી રીતે સંસ્થાને બદનામ કરાતી હોવાનો આરોપ
એક મહિલાએ જણાવ્યું કે, સંસ્થાને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. જો સંસ્થામાં અશોભનીય પ્રવૃત્તિ ચાલતી હોય તો હજારો યુવાનો અને યુવતીઓ જોડાયેલી ન હોત. આપણા ઘર કરતાં આ સંસ્થામાં સારી રીતે રાખવામાં આવે છે.

નવસારીની યુવતીએ કહ્યું- મને મારો નિર્ણય લેવાનો અધિકાર
ઓએસિસ સંસ્થા દ્વારા દીકરીને ઘરે મોકલવામાં આવતી ન હોવાનો બે દિવસ પહેલાં નવસારીમાં આક્ષેપ કરનાર વાલીની દીકરીએ જણાવ્યું કે, દેશના કાયદા મુજબ હું 18 વર્ષની છું. મને મારો નિર્ણય લેવાનો અધિકાર છે. હું મનફાવે ત્યારે મારા ઘરે જઇ શકું છું.

મોટી સંખ્યામાં ઓએસિસ સાથે સંકળાયેલા યુવક-યુવતીઓ સીપી ઓફિસ પહોંચ્યા હતા
મોટી સંખ્યામાં ઓએસિસ સાથે સંકળાયેલા યુવક-યુવતીઓ સીપી ઓફિસ પહોંચ્યા હતા

ગેંગરેપ પીડિતાને ન્યાય અપાવવામાં કોઈ રસ નહીં
અન્ય એક વાલીએ ઓએસિસ સંસ્થામાં સારી પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવ્યું હતું. અને વધુમાં ઉમેર્યું કે, આ સંસ્થાને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો પીડિતાને ન્યાય મળવો જોઈએ કે નહીં તેવો સવાલ કરતા રોષે ભરાયા હતાં. દુષ્કર્મ બાદ આપઘાત કેસ અંગે કાંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.

ઘટના અંગે દુખ પણ કોઈએ વ્યક્ત ન કર્યું
પોલીસ ભુવન રજૂઆત કરવા માટે આવેલા સંસ્થા સાથે સંકળાયેલા પૈકી ઓએસિસના પલ્લવી રાઉલજીને ફાટેલા પાના વિશે પૂછતાં ચાલતી પકડી લીધી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે પોલીસ ભુવન આવી પહોચેલા સંસ્થાના સભ્યોએ સંસ્થાની પીડિતા સાથે બનેલી ઘટના અંગે હમદર્દી પણ વ્યક્ત કરી ન હતી. તેઓને માત્ર સંસ્થાની આબરૂ બચાવવામાં રસ હોય તેમ જણાતું હતું.

અન્ય સમાચારો પણ છે...