• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Father Brought A Bicycle From The Rubble, The Son Made A Solar Bicycle By Spending Only 12 Thousand, Not A Single Rupee Was Spent On Running

આજની પોઝિટિવ સ્ટોરી:પિતા ભંગારમાંથી સાઇકલ લઈ આવ્યા, પુત્રએ માત્ર 12 હજારનો ખર્ચ કરી સોલર સાઇકલ બનાવી, ચલાવવામાં એકપણ રૂપિયાનો ખર્ચ નહીં

વડોદરાએક મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા
વાડી રંગમહાલ વિસ્તારમાં રહેતો નીલ શાહે અનોખી સાઇકલ બનાવી છે.
  • ટીચર અને પિતાની મદદથી સોલર પેનલ અને ડાઇનેમોથી ચાલતી સોલર સાઇકલ તૈયાર કરી

પુત્રનો ઇનોવેશન પ્રત્યેનો લગાવ જોઈને પિતા ભંગારમાંથી સાઇકલ લઇ આવ્યા. આ ભંગાર સાઇકલમાં માત્ર 12 હજાર રૂપિયાનો ખર્ચ કરીને પુત્રએ સોલર સાઇકલ તૈયાર કરી દીધી. આ સાઇકલની બેટરીને ચાર્જ કરવી પડતી નથી. બેટરી દિવસે સોલરથી ચાર્જ થઇ જાય છે અને રાત્રે ટાયર સાથે જોડાયેલા ડાઇનેમોથી ચાર્જ થાય છે, એટલે કે જીરો કોસ્ટમાં આ S-સાઇકલ(સોલર સાઇકલ)ને ચલાવી શકાય છે.

સાયન્સના સ્ટુડન્ટે S-સાઇકલ તૈયાર કરી
વડોદરા શહેરના વાડી રંગમહાલ વિસ્તારમાં રહેતો નીલ શાહ પ્રતાપનગર રોડ પર આવેલી ઝેનિથ સ્કૂલમાં ધો-12ના સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે નીલ ધો-6માં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેને વિજ્ઞાન અને ઇનોવેશન પ્રત્યે લગાવ હતો અને તે અલગ-અલગ વસ્તુઓ તૈયાર કરતો હતો. ધીરે-ધીરે તેનો વિજ્ઞાનમાં રસ વધતો ગયો અને લોકડાઉનના સમયમાં નીલે સોલર સાઇકલ બનાવવાનું નક્કી કર્યું હતું અને તેને પોતાના ટીચર અને પિતાની મદદથી સોલર પેનલ અને ડાઇનેમોથી ચાલતી સોલર સાઇકલ તૈયાર કરી હતી.

બેટરી દિવસે સોલરથી ચાર્જ થઈ જાય છે અને રાત્રે ટાયર સાથે જોડાયેલા ડાઇનેમોથી ચાર્જ થાય છે.
બેટરી દિવસે સોલરથી ચાર્જ થઈ જાય છે અને રાત્રે ટાયર સાથે જોડાયેલા ડાઇનેમોથી ચાર્જ થાય છે.

સાઇકલમાં ચાર્જિંગના બે સ્ત્રોત છે
સોલર સાઇકલનું ઇનોવેશન કરનાર સ્ટુડન્ટ નીલ શાહે જણાવ્યું હતું કે મારી સોલર ઊર્જા આધારિત સાઇકલ પર્યાવરણ બચાવવામાં ખૂબ જ ઉપયોગી છે અને આ સાઇકલ રૂપિયા પણ બચાવે છે. આ સાઇકલની બેટરીને ચાર્જ કરવી પડતી નથી. એ સાઇકલ ચલાવવાની ઓટોમેટિક જ ચાર્જ થયા કરે છે. આ સાઇકલમાં ચાર્જિંગ માટેના બે સ્ત્રોત છે. જ્યારે તમે દિવસે સાઇકલ ચલાવો છો ત્યારે સોલર પેનલ આ સાઇકલની બેટરીને ચાર્જ કરે છે, જ્યારે રાત્રે સાઇકલ ચલાવતી વખતે ટાયર સાથે જોડાયેલો ડાઇનેમો બેટરીને ચાર્જ કરે છે.

જીરો કોસ્ટમાં આ S-સાઇકલ(સોલર સાઇકલ)ને ચલાવી શકાય છે.
જીરો કોસ્ટમાં આ S-સાઇકલ(સોલર સાઇકલ)ને ચલાવી શકાય છે.

હેલિકોપ્ટર, ટેલિસ્કોપ, એટીએમ પણ બનાવ્યાં
તેણે વધુમાં જણાવ્યું હતું કે હું જ્યારે ધો-7માં અભ્યાસ કરતો હતો ત્યારે મને વિજ્ઞાનનાં પુસ્તકોના વાંચનમાં ખૂબ જ રસ હતો. મારા ઘર પાસે આવેલી લાઇબ્રેરીમાંથી હું પુસ્તકો લાવીને વાંચતો હતો. મને પુસ્તકો વાંચીને ઇનોવેશનમાં રસ પડ્યો હતો અને સ્કૂલના ટીચર્સના માર્ગદર્શનથી હેલિકોપ્ટર, ટેલિસ્કોપ, એટીએમ, પ્રોસેસિંગ પ્રિન્ટર અને રોબોટ સહિતની વસ્તુઓ બનાવતો હતો અને મારા પિતાને બતાવતો હતો. તેઓ મને સપોર્ટ કરતા હતા.

ટીચર અને પિતાની મદદથી સોલર પેનલ અને ડાઇનેમોથી ચાલતી સોલર સાઇકલ તૈયાર કરી.
ટીચર અને પિતાની મદદથી સોલર પેનલ અને ડાઇનેમોથી ચાલતી સોલર સાઇકલ તૈયાર કરી.

ધો-10થી ઇનોવેશનનું કામ શરૂ કર્યું
તેણે ઉમેર્યું હતું કે આ દરમિયાન પર્યાવરણ બચાવવાના ઉપાયો ઉપર અભ્યાસ કર્યો હતો. સૂર્ય ઊર્જા વાપરીને આપણે શું કરી શકીએ, તે જાણવા માટે પુસ્તકો વાંચતો હતો. હું હંસા મહેતા લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવતો હતો. ધો-10માં મેં ઇનોવેશનનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન લોકડાઉનના સમયમાં સોલર સાઇકલ પર 15 દિવસ સુધી રિસર્ચ કર્યું અને માત્ર 15 દિવસમાં સાઇકલ તૈયાર કરી હતી.

લોકડાઉનના સમયમાં નીલે સોલર સાઇકલ બનાવવાનું નક્કી કર્યું હતું
લોકડાઉનના સમયમાં નીલે સોલર સાઇકલ બનાવવાનું નક્કી કર્યું હતું

સોલર સાઇકલ બનાવવા પુસ્તકો વાંચ્યા
આ દરમિયાન સોલર સાઇકલ બનાવવા પુસ્તકો વાંચ્યા, સાઇકલ બનાવનારને મળ્યો, જેમાં મારા પિતાએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. ધીરે ધીરે સર્કિટ ડિઝાઇનિંગ અને બેટરીનું કામ કર્યું હતું. મારી સ્કૂલના ફિજીક્સના ટીયર સંતોષ કૌશિક સરે મને ખૂબ મદદ કરી હતી.

રાત્રે સાઇકલ ચલાવતી વખતે ટાયર સાથે જોડાયેલો ડાઇનેમો બેટરીને ચાર્જ કરે છે
રાત્રે સાઇકલ ચલાવતી વખતે ટાયર સાથે જોડાયેલો ડાઇનેમો બેટરીને ચાર્જ કરે છે

સોલર ઉર્જા થકી બેટરી ચાર્જ થતી રહે છે
આ સોલર સાઇકલમાં મેં 10 વોટની સોલર પ્લેટ નાખી છે, જેનાથી સાઇકલ 10થી 15 કિ.મી. સુધી ચાલી શકે છે. 50 વોટની સોલર સુધી નાખીએ તો સાઇકલ 100થી 150 કિ.મી સુધી ચલાવી શકાય છે. જોકે, સોલર ઉર્જા થકી બેટરી ચાર્જ થતી રહે છે, એટલે બેટરી ચાર્જ કર્યાં વિના જ સાઇકલ ચાલતી જ રહે છે. મેં તૈયાર કરેલી સાઇકલની સ્પીડ હાલ પ્રતિ કલાક 25થી 30 છે, જેના માટે મેં 12 વોલ્ટની બે બેટરી વાપરી છે અને આ બેટરી બેટરી એકથી દોઢ વર્ષ ચાલી શકે છે. સોલર અને ડાઇનેમોથી સાઇકલની સ્પીડ અને રેન્જ વધી જાય છે. હું આ સોલર સાઇકલમાં સુધારા વધારા કરીશ.

સોલર સાઇકલ પર 15 દિવસ સુધી રિસર્ચ કર્યું અને માત્ર 15 દિવસમાં સાઇકલ તૈયાર કરી
સોલર સાઇકલ પર 15 દિવસ સુધી રિસર્ચ કર્યું અને માત્ર 15 દિવસમાં સાઇકલ તૈયાર કરી

પુત્ર દેશનું નામ રોશન કરે એવી પિતાની ઇચ્છા
સોલર સાઇકલ તૈયાર કરનાર વિદ્યાર્થીના પિતા પ્રદ્યુમ્ન બાબુભાઇ શાહે જણાવ્યું હતું કે મારા પુત્રને નાનપણથી જ ઇનોવેશનમાં ખૂબ રસ છે, જેથી હું તેને હંમેશા સપોર્ટ કરતો આવ્યો છું. તે આગળ જઇને ઇનોવેશન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરે તેવી મારી ઇચ્છા છે.