તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ક્રિષ્ના હોસ્પિટલમાં 25 દિવસથી સારવાર લેતાં દર્દીનું મોત થતાં પરિવારનો હોબાળો

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખોડિયારનગરના યુવકનું ક્રિષ્ના હોસ્પિટલ ખાતે મોત થતાં પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
ખોડિયારનગરના યુવકનું ક્રિષ્ના હોસ્પિટલ ખાતે મોત થતાં પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો.
 • ન્યૂ વીઆઇપી રોડ પર આવેલી હોસ્પિટલ અને ખાનગી લેબના રિપોર્ટમાં ફરક હોવાના આક્ષેપ
 • પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચીને તબીબો અને પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડ્યો

શહેરના ન્યૂ વીઆઇપી રોડ ઉપર રાજીવ નગર પાસે આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં તબીબોની નિષ્કાળજીના કારણે દર્દીનું મોત થયું હોવાાનો આરોપ લગાવી દર્દીના સગાએ ભારે હોબાળો મચાવ્યો હતો. ક્રિષ્ના હોસ્પિટલ અને ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં મોટો તફાવત હોવાનો આરોપ લગાવી પરિવારજનોએ તપાસની માગ કરી હતી. ઘટનાની જાણ થતાં વારસીયા પીઆઇ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બંને પક્ષે સમજાવી મામલો થાળે પાડયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે વારસિયા વિસ્તારની યોગી કૃપા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય સતિષ દિલીપભાાઇ છાબરાણીને તાવના લક્ષણો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી 25 દિવસ અગાઉ શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. મૃતકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે દર્દીની સારવાર બરાબર ના જણાતા રિપોર્ટ માગ્યા હતા, પરંતુ આનાકાની કર્યા બાદ રિપોર્ટ આપ્યા હતા, ત્યાર બાદ અન્ય ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતા તફાવત આવ્યો હતો.

સતિષ છાબરાણી
સતિષ છાબરાણી

તબીબની નિષ્કાળજીના લીધે તેનું મોત નિપજ્યું છે. પરિવારે હોબાળો કર્યા બાદ ડોકટર અને પરિવારના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી પોલીસ કન્ટ્રોલ રુમને ફોન કરાતા વારસીયા પીઆઇ કે.એન.લાઠીયા, શી ટીમ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને દર્દીના સગા તથા ડોક્ટર વચ્ચે વાતચીત કરાવી સમજાવ્યા હતા અને વિવાદનો અંત આવ્યો હતો તેમ વારસીયા પીઆઇ લાઠીયાએ જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારને અંતિમ ક્રિયા માટે મૃતદેહ સોંપાયો હતો. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો