તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોબ્રાને રેસ્ક્યૂ કરાતાં હાશકારો:સમામાં કોબ્રાના ડરે પરિવાર આખી રાત ઘરની બહાર રહ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે કોબ્રાને રેસ્ક્યૂ કરાતાં હાશકારો
  • શનિવારે રાત્રે સાડા પાંચ ફૂટ લાંબો કોબ્રા ઘૂસ્યો હતો

શહેરની સમા કેનાલ નજીક આવેલા ચામુંડા નગરના મકાનના રસોડામાં એક દિવસથી આવી પહોંચેલા ઝેરી સાપ કોબ્રાને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરે રેસ્ક્યુ કર્યો હતો. કોબ્રાના ડરથી પરિવારે આખી રાત મકાનની બહાર ગુજારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની સમા કેનાલ નજીક આવેલા ચામુંડાનગરમાં ભાથુજી મહારાજના મંદિર પાસે ઊર્મિલાબેન મથુરભાઈ બારીયા રહે છે. શનિવારે રાતે તેમનો પરિવાર મકાનમાં હતો તે સમયે સાડા પાંચ ફૂટ લાંબો એક ઝેરી કોબ્રા સાપ તેઓના મકાનમાં આવી પહોંચ્યો હતો. કોબ્રાને જોતાં જ પરિવારજનો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા અને આખી રાત સાપના ડરથી મકાનની બહાર ગુજારી હતી.

સવારે વિસ્તારના સામાજિક કાર્યકરની મદદથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને આ અંગેની માહિતી મળતા ટ્રસ્ટના સુનિલ પરમાર સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ ઊર્મિલાબેનના મકાનના રસોડામાં તપાસ કરતાં બરણી પાછળથી કોબ્રા સાપ મળી આવ્યો હતો. તેઓએ સાપને રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...