તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજ ટેસ્ટ:મહારાષ્ટ્રના નેતાનો પરિવાર પ્રવાસે આવ્યો, આરોગ્ય વિભાગે રોજ 14 લોકોના RTPCR કરવા દોડવું પડ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મહારાષ્ટ્રના નેતાનો પરિવાર વડોદરા-અમદાવાદની ટુર પર આવતાં વડોદરા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. કોરોનાકાળ દરમિયાન વડોદરાના આરોગ્ય વિભાગને પ્રથમ વિચિત્ર અનુભવ થયો હતો અને તેના પાલનને પગલે તંત્રમાં પણ કચવાટ જાણવા મળ્યો હતો. જેમાં તંત્રને 3 દિવસના રોકાણ દરમિયાન રોજ 14 સભ્યોનો રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરવા દોડવું પડયું હતું.

મહારાષ્ટ્રના યશવંત સાઠમ નામના નેતાના પરિવારના 14 સભ્યો વડોદરા અને અમદાવાદ ફરવા આવ્યા હતા, જેઓ 3 દિવસ વડોદરા રોકાયા હતા. આ 3 દિવસ દરમિયાન તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસ અને અન્ય સ્થળે ફરવા જવાના હતા. વડોદરામાં રોકાણ દરમિયાન આ 14 લોકોનો રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરવો તેવો લેટર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરફથી આપવામાં આવ્યો હતો. જેને પગલે વડોદરાના આરોગ્ય વિભાગની ટીમ સતત દોડતી થઈ હતી. એક બાજુ શહેરમાં રસીકરણના 260 બૂથ કાર્યરત છે. અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે સાથે બહારથી તબીબો અને સ્વયંસેવકો લેવાની ફરજ પડી રહી છે ત્યારે મહારાષ્ટ્રના નેતાની સરભરામાં એક ટીમ ફાળવવી પડી હતી.

RTPCR ટેસ્ટનો રિપોર્ટ 4 કલાકે આવે છે
કોરોના માટેના રેપિડ ટેસ્ટનું પરિણામ 15 મિનિટમાં ખબર પડી જાય છે, જ્યારે આરટીપીસીઆર માટેનું સેમ્પલ લઇ તેને લેબમાં મોકલ્યા પછી 4 કલાક બાદ તેનો રિપોર્ટ આવે છે. સમગ્ર પ્રક્રિયામાં 5થી 6 કલાક જેટલો સમય વેડફાય છે. આ રિપોર્ટ કેટલો કારગર અને તેના આધારે આગળનું પ્લાનિંગ કરવું તે પણ કેટલું યોગ્ય હતા તે ચર્ચા ઊઠી હતી.

મહારાષ્ટ્રના CMના લેટર મુજબ કામગીરી કરી છે
ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. સ્મિતા વસાવાએ કહ્યું કે, મહારાષ્ટ્રના લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો લેટર હતો, જે મુજબ અમે કામગીરી કરી છે. અમારી ટીમે 3 દિવસ સુધી રોજ 14 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...