• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Family Living In Dasharath, Vadodara, Went To Shankarpura To Cast Their Vote In The Gram Panchayat Elections And Collected Rs. Theft Of Rs 2.46 Lakh

તસ્કરો ત્રાટક્યા:વડોદરાના દશરથમાં રહેતો પરિવાર ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા શંકરપુરા ગયો અને બંધ મકાનમાંથી રૂ. 2.46 લાખની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છાણી પોલીસે CCTV ફુટેજની મદદથી વધુ તપાસ શરૂ કરી

ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા માટે ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂપિયા 2.26 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામની અંબિકા નગર સોસાયટીમાં બનેલા આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પરિવાર મતદાન કરવા ગયો હતો
વડોદરા શહેર નજીક દશરથ ગામમાં આવેલા અંબિકાનગરમાં કલ્પેશભાઈ જયંતીભાઈ પરમાર પરિવાર સાથે રહે છે અને ઓમકારપુરા ચાર રસ્તા પાસે શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.19 ડિસેમ્બરના રોજ પરિવાર સાથે વાઘોડિયા તાલુકાના શંકરપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી મતદાન કરવા માટે ગયા હતા અને ત્યાં રાત્રી રોકાણ કર્યું હતું.

પડોશીએ ચોરી થયાની જાણ કરી
દરમિયાન સોમવારના રોજ પડોશીએ ફોન કરી જણાવ્યું કે, તમારા મકાનની બહારની લોખંડની જાળી ખુલ્લી છે અને અંદરના રૂમની લોખંડની જાળી પણ ખુલ્લી છે. ચોરી થઇ હોય તેવું લાગે છે.

પરવાર દશરથ દોડી ગયો
ચોરીના સમાચાર મળતા જ પરિવાર તાત્કાલિક દશરથ આવી પહોંચ્યા હતા. વડોદરા આવી મકાનમાં તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો અને તાળું તૂટેલું હતું. તેમજ મકાનનો તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો, ત્યારે તેમણે મકાનમાં વધુ તપાસ કરતા તિજોરીવાળા રૂમમાં તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને તમામ સમાન વેરવિખેર જોવા મળ્યો હતો. તિજોરીમાં તપાસ કરતા તસ્કરો તિજોરીમાં રાખેલ રૂપિયા 2.26 લાખની મતાના સોનાના ઘરેણાંની ચોરી કરી ગયા હોવાનું જણાયું હતું.

પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી
દરમિયાન તેઓએ આ બનાવ અંગે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે નજીકના સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...