કોરોના સામે સૌથી સરળ ઉપાય:ફેસ માસ્ક પહેરવાવાળાના શરીરમાં વધારે એન્ટીબોડી બને છે, કોરોના સામે એડવાઇઝરી

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એન-95 માસ્ક પહેરવાથી 80થી 85 ટકા અને સાદા થ્રી લેયર માસ્કથી 70થી 75 ટકા વાઇરસ સામે બચાવ થાય છે

કોરોના ફેલાયો છે ત્યારથી ફેસ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે. મોં અને નાકને યોગ્ય રીતે ઢાંકતા ફેસ માસ્ક પહેરવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળે છે. કારણ કે, માસ્ક હોય તો હવામાં રહેલા વાઇરસ શરીરમાં ઓછા દાખલ થાય છે અને શરીર વાઇરસ સામે સફળતાપૂર્વક લડી લે છે. માસ્ક પહેરવાવાળાના શરીરમાં વધારે એન્ટીબોડી ડેવલપ થાય છે. અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટી કેલિફોર્નિયામાં આ અંગેનું સંશોધન થયું છે. જેમાં પ્રાથમિક તારણો આવ્યાં છે. આ વિશે જાહેર આરોગ્ય નિષ્ણાંત અને બરોડા મેડિકલ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક ડો. વિહંગ મજમુદાર કહે છે કે, ‘માસ્ક પહેરવાથી કોરોના વાઇરસનો ચેપ પ્રસરતો અટકે છે.

ફેસ માસ્ક એક ટેક્નિક જેવું છે
તમે એવા વાતાવરણમાં હોવ જ્યાં કોરોના વાઇરસની હાજરી છે. પણ સારો માસ્ક પહેરેલો હોય, માત્ર કપડું કે રૂમાલ નહીં, તો તેમને ચેપ લાગે તે ખૂબ જ ઓછી માત્રામાં હશે અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઇ જશે. જેને લીધે ખૂબ જ ઓછા લક્ષણો પ્રગટ થાય છે, દર્દી એસિમ્પ્ટોમેટિક રહેશે.’ તેમણે જણાવ્યું કે, વર્ષો પહેલા એક વેરોલેશન ટેક્નિકથી શીતળા સામે ઇમ્યૂનિટી ઊભી કરવામાં આવતી હતી. ફેસ માસ્ક આવી જ એક ટેક્નિક જેવું છે. જોકે કોરોનામાં આ ટેક્નિક હજુ સંશોધન હેઠળ છે. એન-95 માસ્ક પહેરવાથી 80થી 85 ટકા વાઇરસ સામે રક્ષણ મળે છે. જ્યારે સાદા થ્રી લેયર માસ્કથી 70થી 75 ટકા વાઇરસ સામે બચાવ થાય છે.

શીતળામાં ઉપયોગી બનેલી વેરોલેશન ટેક્નિક શું છે?
આ ટેક્નિકમાં જે દર્દીને શીતળા થયા હોય તેની ફોલ્લીને ફોડીને તેનું પાણી કાઢવામાં આવતું હતું. પછી સ્વસ્થ માણસની ચામડી પર ખૂબ જ પાતળી અણીદાર સોય વડે કાણા પાડવામાં આવતા હતા, જેમાં આ પાણી નિયત પ્રમાણિત માત્રામાં રેડવામાં આવતું હતું. જેથી ખૂબ જ ઓછા પ્રમાણમાં આ પાણી જતાં સ્વસ્થ માનવીનું શરીર રોગ પ્રતિકારક શક્તિ પેદા કરે અને તેને શીતળા થાય જ નહીં. આને વેરોલેશન ટેક્નિક કહેવાતી હતી.

અન્ય સમાચારો પણ છે...