સુવિધા:દુમાડ ચોકડી પાસે રૂા.34 કરોડના ખર્ચે એક્સપ્રેસ વે બ્રિજ પહોળો થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને તરફ1.9 કિમી બ્રિજ પહોળો કરાશે, જેથી એક લાખ વાહનચાલકોને ફાયદો થશે
  • એક વર્ષમાં વાહનચાલકોની સમસ્યાનો ઉકેલાશે : નીતિન ગડકરી શિલાન્યાસ કરશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે વડોદરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જે પૈકી શહેર નજીક દુમાર ચોકડી પાસે નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે ને જોડતા બ્રિજની કામગીરીનુ ખાતમુહુર્ત કરશે. રૂ.34 કરોડના ખર્ચે એક વર્ષમાં બંને તરફથી અંદાજે1.9 કિલોમીટર બ્રિજ પહોળો કરાશે જેથી અંદાજે એક લાખ વાહનો ને ફાયદો થશે.સમા-સાવલી દુમાડ થઈને એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે દ્વારા અમદાવાદ જવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે જ્યારે સુરતથી આવતા લોકોને નીચે ઉતરીને ફરી બ્રિજ ઉપર જવું પડે છે જેને પગલે દુમાર ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે

નેશનલ હાઈવે દ્વારા આ અંગે પીએમના જન્મદિવસ નિમિત્તે નિતિન ગડકરી ના હસ્તે ખાતમુહૂર્ત કરાશે.નિતિન ગડકરી શુક્રવારે બપોરે હેલિકોપ્ટર દ્વારા વડોદરા આવી નર્મદા બ્રિજનું નિરીક્ષણ અને મુંબઈ દિલ્હી નિર્માણાધીન એક્સપ્રેસવેની મુલાકાત લેશે. બપોરે પોણા ત્રણ વાગે દુમાડ ચોકડી ખાતે ખાતમુહુર્ત બાદ 3:40 વાગે કોઠી વિસ્તાર ખાતે ભારતના નાગરિકો માટે જુદી જુદી સરકારી સેવાઓ દર્શાવતા ઈકોતેર હોટ એર બલૂન ને ફ્લેગ ઓફ કરશે ત્યારબાદ સયાજીરાવ નગરગૃહ ખાતે દિવ્યાંગોનૈ કૃત્રિમ અંગો અર્પણ કરવામાં આવશે.

રોજની એક લાખ કાર કેવી રીતે ગણાય છે
હાઈવે ઓથોરિટી મુજબ વાહનની ડેન્સિટી માટે પેસેન્જર કાર યુનિટ ગણવામાં આવે છે. 1 બસને 3 કાર ગણાય છે. ટ્રોલી વાળા ટ્રેક્ટરને 4 કાર ગણવામાં આવે છે. તેમજ હેવી એક્સલને પાંચ કાર ગણવામાં આવે છે. આ રીતે એ રોજના એક લાખ કાર ગણાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વાશ્રમમાં પરિચિત પરિવારો સાથે મુલાકાત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વાશ્રમમાં વડોદરા કોઠી વિસ્તારમાં આવેલી આર.એસ.એસ.ની ઓફિસ ખાતે રહેતા હતા. આ દરમિયાન તેમની સાથે સંપર્કમાં આવેલા અને ઘરોબો ધરાવનાર વડોદરાના પરિવારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નીતિન ગડકરી મુલાકાત લેશે. તેઓ બપોરે કોઠી ખાતે આવેલી આરએસએસની ઓફિસમાં આ પરિવારોને મળશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા સાથે 1984થી નાતો રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...