તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કે.પી.ની ફેરવેલમાં નવા પ્રમુખની બાદબાકી, ખુલાસો કરવો પડ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખને ન બોલાવતાં વિવાદ

શહેર ભાજપમાં ખેંચતાણ ચાલી રહી છે ત્યારે શાસક અને સંગઠન બાદ પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો વચ્ચેની પણ ખેંચતાણ સપાટી પર આવી છે.શહેર ભાજપના યુવા મોરચાના નવા પ્રમુખની તાજેતરમાં નિયુક્તિ કરાઈ હતી, જેમાં પાર્થ પુરોહિતના નામ પર મંજૂરીની મહોર મરાઈ હતી. આ સંજોગોમાં શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને હાલના મુખ્ય સંગઠનના ઉપાધ્યક્ષ કુણાલ પટેલને ફેરવેલ આપવા ટેકેદારોએ આયોજન કર્યું હતું, જેમાં નવનિયુક્ત પ્રમુખ પાર્થ પુરોહિતને ન બોલાવાતાં વિવાદ સર્જાયો હતો.

નવનિયુક્ત પ્રમુખને હાઇવે પરની હોટેલના આયોજિત ડિનર સહિતના કાર્યક્રમમાં ન બોલાવતાં શહેરના મુખ્ય આગેવાનો સુધી મામલો પહોંચ્યો હતો. જેથી પૂર્વ પ્રમુખને પાર્ટી કાર્યાલય ખાતે બોલાવી સ્પષ્ટતા માગતા વિવાદ થયો હતો.પૂર્વ પ્રમુખ કુણાલ પટેલે જણાવ્યું કે, મારા કે કે પક્ષ તરફથી કાર્યક્રમ યોજાયો નથી. અંગત મિત્રો કે જે દર 2-4 મહિને ભેગા થાય છે તેઓ જ ભેગા થયા હતા, તેમાં અન્યને બોલાવવાનો પ્રશ્ન નથી થતો.

અન્ય સમાચારો પણ છે...