પરીક્ષા પે ચર્ચા:27મીથી શરૂ થતી પરીક્ષા હવે 28મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને લઈ તારીખ બદલાઇ

વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને લઈ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 27 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષાઓ 28 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ કરવાનો પરિપત્ર બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. ધો.9થી 12ની સ્કૂલોની બીજી પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી યોજાવવાની હતી.

વડોદરા શહેર જિલ્લાની ધોરણ 9થી 12ની 350 શાળાના 2.40 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા એક દિવસ મોડી શરૂ કરવામાં આવશે. રાજયભરની તમામ સ્કૂલોમાં પરીક્ષાઓ એક દિવસ મોડી શરૂ થશે. ​​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરીએ દિલ્હી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે ચર્ચા કરશે. જેમાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ જોડાશે.

ચાય પે ચર્ચાના કાર્યક્રમનું વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ કરવામાં આવશે. ધોરણ 6 અને તેનાથી ઉપરના વર્ગના તમામ વિદ્યાર્થીઓને તમામ સ્કૂલોએ આ કાર્યક્રમ ટીવી અથવા રેડિયોના માધ્યમથી બતાવવાના રહેશે. ધોરણ 9થી 12ની સ્કૂલની બીજી પ્રિલીમ પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી યોજાવવાની હતી.

પરંતુ 27 જાન્યુઆરીએ વડાપ્રધાનનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાવાનો હોવાને કારણે આ પરીક્ષાનું આયોજન 28થી 6 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. એકંદરે પરીક્ષા હવે એક દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.9થી 12ના બોર્ડના વિદ્યાર્થીઓની પ્રી-બોર્ડની પરીક્ષા આ દીવસોમાં લેવાનાર છે.

અન્ય સમાચારો પણ છે...