તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માઠી અસર:વડોદરામાં કોરોનાની દહેશતના કારણે હોળી ધુળેટીના પૂર્વ દિવસે પણ બજારોમાં ગ્રાહકોની ભીડ ઓછી, વેપારીઓ મૂંઝવણમાં

વડોદરાએક મહિનો પહેલા
બજારોમાં ધાણી, ચણા, ઘઉની સેવ, પતાસા, આહરા જેવી ખરીદી માટે ગ્રાહકોની ભીડ ન રહેતા સીઝનલ વેપારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા.
  • ધાણી, ચણા સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં 15 ટકા જેટલો વધારો

કોરોનાની દહેશતના કારણે હોળી ધુળેટીના પૂર્વ દિવસે પણ બજારોમાં ધાણી, ચણા, ઘઉની સેવ, પતાસા, આહરા જેવી ખરીદી માટે ગ્રાહકોની ભીડ ન રહેતા સીઝનલ વેપારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. જોકે આ વર્ષે ધાણી, ચણા સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં 15 ટકા જેટલો વધારો હોવાના કારણે પણ ધંધા ઉપર અસર જોવા મળી હતી.

કોરોનાની મહામારીને પગલે બજારો સૂમસામ
છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડી છે. કોરોનાની મહામારીના કારણે તહેવારો પર પ્રતિબંધ આવવાના કારણે વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. જેમાં તહેવારોમાં સીઝનલ ધંધો કરનારા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હોળી, ધૂળેટીના તહેવાર પૂર્વે બજારોમાં ધાણી, ચણા, પતાસા, ઘઉની સેવ, આહરા સહિત વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે કીડીયારું ઉભરાતું હોય છે. પરંતુ આ વખતે કાળો કેર વર્તાવી રહેલા કોરોનાની મહામારીને પગલે બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે.

ચોખંડી, ગેડીગેટ રોડ સહીતના બજારોમાં નહિવત ભીડ
કોરોનાની મહામારી ના કારણે સીઝનલ ધંધો કરનારા વર્ષો જૂના નાના વેપારીઓએ આ વખતે ધંધો કરવાનું ટાળી દીધું છે. જ્યારે જે લોકો ધાણી ચણા સહિતની વિવિધ વસ્તુઓ લઈને વેચવા બેઠા છે તેઓ ગ્રાહકો બજારમાં ન નીકળતા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ધાણી ચણા સહિતના વેચાણ માટેનું મુખ્ય બજાર ગણાતા એવા ચોખંડી, ગેડીગેટ રોડ, સંગમ ચાર રસ્તા સહીતના બજારોમાં નહિવત ભીડ જોવા મળી હતી.

છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડી.
છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડી.

સાંજના સમયે ઘરાકી છૂટે તેવી શક્યતા
ધાણી, ચણાના વેપારી રામપ્રસાદ કનોજીયાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે ગ્રાહકો બજારમાં આવતા ગભરાઇ રહ્યા છે. જેના કારણે ધંધા ઉપર માઠી અસર પડી છે. અમને લાગે છે કે આ વખતે ધાણી, ચનાનો સ્ટોક પડી રહેશે. જોકે તેમને એવી પણ આશા છે કે સાંજના સમયે ઘરાકી છૂટે તેવી શક્યતા છે.

ભાવ વધારાના કારણે પણ ગ્રાહકોની ઓછી ખરીદી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકોએ કોરોનાની મહામારી અને મોંઘવારીના કારણે પોતાની ખરીદીમાં પણ કાપ મૂક્યો છે. આ વખતે ગત વર્ષની સરખામણીમાં ધાણી, ચણાના ઘઉંની સેવ સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં પણ 15 ટકા જેટલો વધારો થયો હોવાથી ગ્રાહકો ઓછી ખરીદી કરી રહ્યા છે.

સીઝનલ કલરનો ધંધો કરનાર નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ.
સીઝનલ કલરનો ધંધો કરનાર નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ.

કલરનું વેચાણ થઈ રહ્યું નથી
વર્ષોથી ધુળેટી માટે કલરનું વેચાણ કરતા વેપારી મનોજભાઈ બારીયાએ જણાવ્યું હતું કે ધુળેટી ઉપર સરકારે પ્રતિબંધ મુકી દીધો હોવાના કારણે ટલરનું વેચાણ નહિવત છે. ધુળેટીમા કલરનું વેચાણ કરવા માટે એક મહિના પહેલા જ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે ધુળેટી પર પ્રતિબંધ હોવાના કારણે કલરનું વેચાણ થઈ રહ્યું નથી. જેમાં ખાસ કરીને સીઝનલ કલર નો ધંધો કરનાર નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો