આયોજન:4 ઓક્ટોબરે બીએડની પ્રવેશ પરીક્ષા યોજાશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના પગલે એમએસ યુનિવર્સિટીની બીએડની એન્ટ્રન્સ અેક્ઝામ પણ ઓનલાઇન યુનિવર્સિટીના વેબપોર્ટલ પર યોજાશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઇને વિદ્યાર્થીઓને અેડમિશન આ પરીક્ષાના આધારે આપવામાં આવશે. આ એક્ઝામ અગાઉ યુનિવર્સિટી દ્વારા 29મીએ એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 4થી ઓક્ટોબરે મુખ્ય એન્ટ્રન્સ એકઝામ લેવાશે. મોક ટેસ્ટ અને એન્ટ્રન્સ ટેસ્ટ બંનેના યુઝર આઇડી અને પાસવર્ડ ઉમેદવારોને 28મી સપ્ટેમ્બર સુધીમાં તેમના આપેલા ઇ-મેલ આઇડી પર મોકલાશે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ સાઇકોલોજીના ટાઇમ ટેબલ મુજબ મોક ટેસ્ટ 29મી સપ્ટેમ્બર મંગળવારે સવારે 10 વાગ્યાથી 11.30 અને એન્ટ્રન્સ એક્ઝામ 4થી ઓક્ટોબરે રવિવારે સવારે 10થી 11.30 યોજાશે.

અન્ય સમાચારો પણ છે...