તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:માનવનું સમજી પોસ્ટમોર્ટમ કરવા માટે SSGમાં લવાયેલું ભ્રૂણ વાનરનું નીકળ્યું

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરાનપુરા વીજ કચેરી સામેથી ભ્રૂણ મળતાં આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી
  • વિવાદ બાદ આખરે બુધવારે વેટરિનરી ડોક્ટર દ્વારા વાનરના ભ્રૂણનું પોસ્ટમોર્ટમ કરાશે

વડોદરાના બરાનપુરા જીઈબી સામે આવેલા કચરો એકત્ર કરવાના સ્થળે સવારે ભૃણ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. જોકે ભૃણની તપાસ કર્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે આ ભૃણ માનવનું નહી પરંતુ વાનરનું હોવાનું સપાટી પર આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

મંગળવારે સવારે બરાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફીસ સામે કચરા એકત્ર કરવાના સ્થળે એક નવજાત બાળકનું ભૃણ હોવાની માહિતી મળતા 108ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં 108ના કર્મચારીઓએ ભૃણને સયાજી હોસ્પિટલમાં ખસેડયું હતું. ત્યારબાદ સાયજી હોસ્પિટલમાં સી.એમ.ઓએ એસ.એસ.જી પોલીસ ચોકીમાં વર્ધિ લગાવી હતી. જેમાં 108 દ્વારા લાવવામાં આવેલા નવા જન્મેલા બાળકની લાશના મોતનું ચોક્કસ કારણ જાણવા લાશને કોલ્ડરૂમમાં મોકલવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

વર્ધિ મળતા જ વાડી પોલીસ મથકનો સ્ટાફે બરાનપુરા ખાતે પહોંચી ચાની લારી ચલાવતા નવીન માછીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.ત્યારબાદ નવજાતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા પોસ્ટમોર્ટમના તબીબોએ આ ભૃણ બાળકનું નહી પરંતુ વાનરનું હોવાનું સપાટી પર આવ્યું હતું. હવે બુધવારે વેટરનીટી ડોકટર દ્વારા વાનરના ભૃણનું પોસ્ટમોર્ટમ કરાશે તેમ પીઆઇ બામણિયાએ જણાવ્યું હતું.

મળસ્કે 4.20 કલાકે સ્કૂટર પર આવેલા વ્યક્તિએ ભ્રૂણ ફેંક્યું હતું
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં ગત 6ઠી તારીખે એક માનવીય ભૃણ મળ્યું હતું. ત્યારબાદ મંગળવારે સવારે એક ભૃણ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને મળી આવેલા સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ સવારે 4.20 વાગ્યે બરાનપુરા વીજ કંપનીની ઓફીસ પાસે પહોંચે છે. ત્યાં સ્કૂટર પાર્ક કરી કચરામાંથી એક કાગળ કે કપડું લાવી તેમાં ભૃણને વીંટી નાખે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ આગળની તપાસ શરૂ કરી છે.

તબીબો દ્વારા એક્ઝામિન કરાયા બાદ ખબર પડી
સવારે ભૃણને 108 સયાજી હોસ્પિટલમાં લાવી હતી. 108 વાળાને લાગ્યું કે માનવીય ભૃણ હોઈ શકે. કેઝ્યુઇટી મેડિકલ ઓફિસરને લાગ્યું કે તે માનવીય ભૃણ હોઈ શકે. તેઓએ સાયન્ટિફિક પાર્ટને ફોલો કર્યો છે. તબીબોએ એક્ઝામીન કર્યા બાદ જ જાણવા મળ્યું હતું કે વાનરનું ભૃણ છે. > -ડો. રંજન ઐયર, મેડિકલ સુપ્રિટેનડેન્ટ, ssg હોસ્પિટલ

આ ડોક્ટરોની ભૂલ છે,108ની વર્ધી મળતાં ફરિયાદ લીધી
બરાનપુરા પાસેથી મળેલા ભૃણની પૂંછડી છે. એટલે હવે તેનું બુધવારે પોસ્ટમોર્ટમ કરાશે. સવારે દવાખાના વર્ધિ મળી પછી ફરિયાદ લીધી હતી. પીએમ કરવા મોકલ્યા તો ખબર પડી કે આ તો વાનરનું બચ્ચું છે. આ ડોકટરોની ભૂલ કહેવાય. 108ની વર્ધિ મળી એટલે ફરિયાદ લીધી છે. બુધવારે વેટરનીટી ડોકટર પોસ્ટમોર્ટમ કરશે.> ટી. જી બામણિયા, પીઆઇ, વાડી

અન્ય સમાચારો પણ છે...