રસાકસી:મ.સ.યુનિ.ની સેનેટની ચૂંટણી 19મીથી 6 તબક્કામાં યોજાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સેનેટ પર કબજો જમાવવા ભાજપનાં 2 જૂથ વચ્ચે જંગ જામશે
  • છેલ્લે સ્કૂલ ટીચર કેટેગરીની ચૂંટણી 13 જાન્યુઆરીએ થશે

મ.સ.યુનિ. સેનેટની ચૂંટણીઓની તારીખો જાહેર કરાઈ છે. રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચૂંટણી 19મી ડિસેમ્બરે યોજાશે. 6 તબક્કામાં વિવિધ કેટેગરીની ચૂંટણી યોજવામાં આવશે. મ.સ. યુનિવર્સિટીની સર્વોચ્ચ સત્તા ધરાવતી સેનેટની 5 વર્ષની મુદત પૂરી થઇ રહી છે ત્યારે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવા જાહેરાત કરાઈ છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જે અંતર્ગત રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 19 ડિસેમ્બરે યોજાશે. જ્યારે પ્રોફેસર કેટેગરીની ચૂંટણી 20 ડિસેમ્બરે, ટીચર્સ કેટેગરીની ચૂંટણી 29 ડિસેમ્બરે, ટ્રેડ યુનિયન કેટેગરીની ચૂંટણી 4 ડિસેમ્બરે, ડોનર્સ કેટેગરીની ચૂંટણી 5 જાન્યુઆરીએ યોજાશે, છેલ્લે સ્કૂલ ટીચર કેટેગરીની ચૂંટણી 13 જાન્યુઆરીએ યોજાશે.

બીજી તરફ સેનેટની મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવાઇ છે. જેમાં 8 નવેમ્બર સુધી સુધારા-વધારા કરવાની તક અપાઈ છે. જોકે મતદાર યાદીમાં ગંભીર છબરડા હોવાના આક્ષેપ સેનેટની ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા કરાઈ રહ્યા છે. પૂર્વ સેનેટ સભ્યનું નામ પણ ગાયબ થઇ ગયું છે. ઘણાં મતદારોનાં નામ બેથી વધુ વખત પ્રસિદ્ધ કરાયા છે. યુનિવર્સિટીમાં સંકલન સમિતિ દ્વારા કરાયેલા ભરતી કૌભાંડના આક્ષેપોના પગલે સરકારે તપાસ સમિતિ નિમી છે ત્યારે સેનેટની ચૂંટણી બંને જૂથો માટે કરો યા મરોના જંગ સમાન બની રહેશે. ભાજપનાં જ બે જૂથો વચ્ચે સેનેટ પર કબ્જો જમાવવા રસાકસીનો જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...