અભયમ વૃદ્ઘાની વ્હારે આવ્યું:બે દિવસથી ઘરેથી લુણાવાડા જવા નીકળેલ વૃદ્ઘા ભૂલા પડી જતા અટવાઈ પડ્યા, અભયમની ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળ લુણાવાડાના 75 વર્ષના વિધવા વડોદરા દિવાળીના તહેવારોમાં ભત્રીજીના ઘરે આવ્યા હતા. તેઓ બે દિવસ પહેલા વડોદરાથી લુણાવાડા જવા નીકળ્યા હતા, પરંતુ, વડોદરા અજાણ્યો વિસ્તાર હોવાથી બે દિવસથી તેઓ અટવાઈ ગયા હતા. એક ત્રાહિત વ્યકિત એ 181 મહિલા હેલપલાઇનમાં કોલ કરી મદદરૂપ બનવા અપીલ કરતા અભયમ રેસ્ક્યૂ ટીમ બાપોદ તાત્કાલિક સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સેલિંગ કરી ભત્રીજીના ઘરે સુરક્ષીત પહોંડ્યા હતા.

વડોદરાનું સરનામુ ભૂલી ગયા હતા
મળતી માહિતી મુજબ લુણાવાડા પાસેના ગામમા રહેતાં વિધવા દિવાળીના તહેવારોમાં વડોદરા આવ્યા હતા અને તહેવારો પૂરા થતાં ઘરે પરત જવા નીકળ્યા હતાં. પરંતુ, વડોદરામાં જ ભૂલા પડતા અટવાઈ ગયા હતાં. ગભરાયેલ વૃદ્ધાને સાંત્વના આપી અભયમ ટીમે તેમની સાથે વાતચિત કરતા તેઓ વડોદરાનું સરનામુ ભૂલી ગયા હતા.

અભયમની ટીમ વૃદ્ઘાને ભત્રીજીના ઘરે લઇ ગયા
તેઓએ જણાવ્યું હતું કે, લુણાવાડા પાસેના ગામના વતની છે. જેથી અભયમ ટીમે માહિતગાર સૂત્રો સાથે સંપર્ક કરી વૃદ્ધાના ભાઈનો સમ્પર્ક નંબર મેળવ્યો હતો. તેઓ એ વડોદરા ખાતેનું સરનામુ આપી જણાવ્યું હતું કે, અમે તેમને લેવા માટે આવીએ છીએ ત્યાં સુધી રાખશો. અભયમની ટીમ વૃદ્ઘાને ભત્રીજીના ઘરે લઇ ગયા હતા, જ્યાં ભત્રીજીએ જણાવ્યું હતુંકે કે તેઓ બે દિવસ પહેલા અમારા ઘરેથી નિકળી ગયેલા જેથી અમે માન્યું કે તેઓ લુણાવાડા પહોંચી ગયા હશે.

અભયમની અપીલ
અભયમની ટીમ દ્વારા લોકોને અપીલ કરાઇ છે કે બાળકો, સિનિયર સિટીઝન કે અશક્ત વ્યકિતના પર્સ, પાકીટમાં પરિવાર અને એક બે સબંધીના સરનામા સહિત કોન્ટેક્ટ નંબર રાખવાં જોઇએ. જેથી આવા કિસ્સામાં તેમને સમયસર મદદ પહોંચાડી શકાય.

અગાઉ વિદ્યાર્થિનીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
અભયમની ટીમે 16 દિવસ પહેલા જ કિશોરીનું મિલન પરિવાર સાથે કરાવ્યું હતું. છોટાઉદેપુર પાસેના ગામની કિશોરીને અભ્યાસ કરવો હતો, પરંતુ, માતા-પિતા ખેતરમાં કામ કરાવવા પાંચમા ધોરણથી અભ્યાસ છોડવી દેતા કિશોરી વડોદરા રહેતાં કાકાના ઘરે અવવા નીકળી હતી. જોકે, વડોદરા આવી, ત્યારે તેની પાસે કાકાના રહેઠાણનું સરનામું કે, કોન્ટેક્ટ નંબરના હોવાથી અટવાઈ ગઈ હતી. જાગૃત નાગરિકે અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. જેથી અભયમ ટીમે કિશોરીને વડોદરામાં રહેતા તેના કાકાને શોધીને તેમને સોંપી હતી.

વડોદરામાં એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનની મદદ માગતાં જણાવ્યું હતું કે 15 વર્ષની અજાણી દીકરી મળી આવી છે તેથી 181 મહિલા હેલપલાઇન ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી 15 વર્ષની દીકરીને સાંત્વના આપી હતી અને અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, દીકરીએ ભણવું છે, પરંતુ, 5 ધોરણ પછી માતા-પિતાએ અભ્યાસ છોડાવી દીધો હતો અને રોજ ખેતર માં ખુબ કામ કરાવે છે. આજ રોજ દીકરી એ ખેતર જવાની ના પાડતા માતા ખીજાઇ ગયા હતા, તેથી દીકરીને ખોટું લાગતા વડોદરા રહેતા પોતાના કાકાના ઘરે રહેવાના ઇરાદે ઘરના લોકો થી છુપાઈને વડોદરા આવી પહોંચ્યા હતા. સાંજ પડ્યે 15 વર્ષની દીકરી મૂંઝવણમાં મુકાઇ હતા. ઘરેથી છુપાઈને નીકળેલી હોવાથી કાકાનો મોબાઈલ નંબર લેવાનો રહી ગયો હતો અને કાકાના ઘરનું સરનામું પણ ખબર નહોતું, તેથી સેન્ટ્રલ બસ ડેપો એ રડી રહ્યા હતા તેવા સમયે જાગૃત નાગરિકે 181માં કોલ કરી મદદ માંગી હતી.

181ની ટીમ દ્વારા દીકરીનું અસરકારક કાઉન્સેલિંગ કરીને માતા પિતા નું નામ, સરનામું મેળવ્યું હતું. ત્યાર બાદ છોટાઉદેપુર લોકેશનનો કોન્ટેક્ટ કરીને ગામના આજુબાજુ ના ઓળખીતા લોકોનો કોન્ટેક્ટ કરી દીકરીના પિતાનો કોન્ટેક્ટ કર્યો અને વડોદરા માં રહેતા કાકા સાથે કોન્ટેક્ટ કરી કાકા-કાકી ના ઘરે સુરક્ષિત રીતે દીકરીને પહોચાડી હતી. તેમજ દીકરીના પિતાને ફોન દ્વારા સમજાવ્યા હતા કે દીકરીને શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. દિકરીને શિક્ષણ આપશો તો દરેક સમસ્યા સામે લડી શકશે. સરકાર દ્રારા અનેક છાત્રાલય ચાલે છે, જેમાં વિનામૂલ્યે દીકરીઓને ભણાવવામાં આવે છે, જેની માહિતી આપી હતી. આમ,15 વર્ષની દીકરીને સુરક્ષિત કાકા-કાકીના ઘરે પહોંચાડી હતા. કિશોરીને પણ આ રીતે અજાણ્યાં સ્થળે એકલાં નિકળી જવુ યોગ્ય નથી કોઈ સમયે મુશ્કેલીમાં મુકાવું પડે જેની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...