તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વૃદ્ધોને સરકારી સહાયની લાલચે ઠગતા 2 પકડાયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાણીગેટ ત્રિલોક નગરમાં રહેતા 81 વર્ષના વૃદ્ધને સરકારી સહાયના બહાને એસબીઆઇ બેંકમાં લઇ જઇ 2 લાખ ઉપડાવી ફરાર થયેલા 2 ગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. બંને ગઠિયા સ્ટવ, કુલર, મિક્સર તથા સરકારી સહાયના બહાને પૈસા પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

પાણીગેટના ત્રિલોક નગરમાં રહેતા જયંતીભાઇ શાહ પાસે 2 શખ્સ આવ્યા હતા. ગઠિયાઓએ તમારે મણકાનું ઓપરેશન કરાવવાનું છે, તેમ પૂછી સિનિયર સિટીઝન માટે સરકારની સ્કીમ છે, તેમ કહી 2 લાખ મળશે અને દર મહિને 1700 મળશે તથા મા કાર્ડ કઢાવી અપાશે, તેવી લાલચ આપી હતી. વૃદ્ધને એસબીઆઇ બેંકમાં લઇ જઇ 2 લાખ ઉપડાવી લઇ લીધા બાદ ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સોલંકી અને તેમની ટીમે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે દરોડો પાડી કિશોર પ્રહ્લાદ વાઘેલા તથા રઘુવીરસિંહ ગણપતસિંહ સાંખલાને ઝડપી રોકડા 2 લાખ તથા કાર કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો