તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઇવનિંગ MBAના કોર્સની મુદત ઘટાડી 2 વર્ષ કરાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MSUમાં ચાલતા કોર્સનું નામ એક્ઝિ. MBA કરાશે
  • વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં નિર્ણય કરાયો

એમ.એસ. યુનિવર્સિટીમાં ચાલતા ઇવનિંગ એમબીએમાં વિદ્યાર્થીની સંખ્યા ઘટતાં કોર્સની મુદત 3 વર્ષથી ઘટાડીને 2 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત નોકરીમાં 3 વર્ષના અનુભવની જગ્યાએ 2 વર્ષનો અનુભવ કરવામાં આવશે. ઇવનિંગ એમબીએનું નામ પણ બદલીને એક્ઝિક્યુટિવ એમબીએ કરવાનો નિર્ણય કરાયો છે.

એમ.એસ. યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીમાં નોકરી કરતા કોર્પોરેટ એક્ઝિક્યુટિવ માટે ઇવનિંગ એમબીએનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. 80 બેઠકો સાથે ચાલતા આ અભ્યાસક્રમમાં દર વર્ષે 15 થી 20 બેઠકો ખાલી રહેતી હતી. જેના કારણે ઇવનિંગ એમબીએની મુદત 3 વર્ષથી ઘટાડીને 2 વર્ષ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અગાઉ નોકરીમાં 3 વર્ષના અનુભવની જગ્યાએ 2 વર્ષનો અનુભવ કરવાનો નિર્ણય કરાયો છે. વિદેશમાં જતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પર ઇવનિંગ એમબીએ લખેલું હોવાથી પ્રશ્ન ઊભો થતો હતો, જેથી તેનું નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ઇવનિંગ એમબીએનું નામ એક્ઝિક્યુટિવ એમબીએ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે ચાલુ આ નિર્ણયનો અમલ નહિ કરી શકાય. આગામી વર્ષે સેનેટમાં આ અંગેની મંજૂરી લીધા પછી શૈક્ષણિક વર્ષ 2022-23 થી અમલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...