તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડસર રોડ પર રહેતા લારીધારકે આવકમાં વધારો થાય તે માટે નવી કાર લઈ પગાર પર ડ્રાઇવર રાખ્યો હતો. જોકે ડ્રાઇવર જ કાર લઈને ફરાર થતાં વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. વડસર રોડની જીઆઇડીસી કોલોનીમાં રહેતા મુપડેશ રાજુભાઈ મકરપુરા રોડ પર ખાણીપીણીની લારી ચલાવે છે. એક વર્ષ અગાઉ જાહેરાતના માધ્યમથી તેમની મુલાકાત કારેલીબાગ દર્શનપાર્ક સોસાયટીમાં રહેતા નિમેષ ચૌહાણ સાથે થઈ હતી. નિમેષ સાથે થયેલી મુલાકાતમાં મુપડેશભાઈએ જણાવ્યું હતું કે, તેમને કાર લઈ ભાડે મૂકવાની છે. જેથી નિમેષે જણાવ્યું હતું કે, પર સંગમ ચાર રસ્તા પરના કારના શો રૂમમાં તેની ઓળખાણ છે અને તમારી કાર વર્દીમાં મૂકી આપીશ અને 20 હજાર માસિક ભાડું મળી જશે. જેથી મુપડેશભાઈએ 90 હજાર રોકડા ભરી બાકીની લોન કરાવી નવી કાર ખરીદી હતી. જે કાર નિમેષને ભાડે આપી હતી અને ડ્રાઇવિંગ પણ તે જ કરતો હતો. મહિનો પૂરો થતાં રૂા. 20 હજાર ભાડું માગતા નિમેષે એક પણ વખત ભાડું આપ્યું નહતું. નિમેષ ચૌહાણ ફોન બંધ કરી ફરાર થતાં વારસિયા પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.