પેપર ફૂટયુ:શરણમ ફ્લેટમાં બારોબાર પાણી જોડાણ લેવાનો કારસો ઊંધો પડ્યો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કોર્પોરેટરે પાણીની ચોરી થતાં પહેલાં કૌભાંડ પકડ્યું
  • પાલિકા​​​​​​​ માત્ર બિલ્ડરને નોટિસ આપશે પોલીસ ફરિયાદ નહીં કરે

વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસેની હોસ્પિટલ સામે ફ્લેટની સ્કીમમાં પાણીની લાઈનનું જોડાણ બારોબાર કરવાનો કારસો ભાજપના મહિલા કોર્પોરેટર સ્નેહલે પટેલે ઊંધો પાડી દીધો હતો અને અધિકારીઓને સ્થળ પર દોડાવતા આખરે ડેવલપરને નોટિસ આપવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. જો કે આ કિસ્સામાં પાણીની ચોરીના પ્રયાસ અંગે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવ્યા બાદ તેના પર પાણી ફેરવી દેવામાં આવતા આખો ખેલ કોણ કરી ગયું તે અંગે ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસેની સવિતા હોસ્પિટલ સામે શરણમ નામની સ્કીમમાં કોમર્શિયલ અને રેસિડેન્સીયલ બાંધકામ થયું છે. સાત માળ ની બિલ્ડિંગમાં પાણી પૂરું પાડવા માટે પાલિકાની પૂર્વ મંજૂરી વગર બહાર ખાડો ખોદી તેમાં ચાર ઈંચની પાઇપ નાખવામાં આવી હતી.જેની જાણ ભાજપના વોર્ડના મહિલા કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય સ્નેહલ પટેલને થઈ હતી અને તેમણે સ્થળ તપાસ કરતા પાણી માટે ગેરકાયદેસર જોડાણનો ભાંડો ફૂટયો હતો અને તેમણે પાલિકાના પાણી પુરવઠા વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણા અને દક્ષિણ ઝોન ના ડે.મ્યુ.કમી.અલ્પેશ મતદારોને ટેલિફોનિક ફરિયાદ કરી હતી જેના પગલે બોર્ડમાંથી ઇજનેરી ટીમે સ્થળ તપાસ કરતા પાણી જોડાણનો કારસો ખુલ્લો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...