શરદનો સાદ:ઓક્ટોબર પૂરો થતાં સુધી બેવડી ઋતુ અનુભવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાવાની વકી

શહેરમાં નવેમ્બર મહિનાથી ન્યૂનતમ તાપમાનનો પારો 20 ડિગ્રી કે તેથી નીચે પહોંચવાની સંભાવના રહેલી છે. ચોમાસાની વિદાય બાદ પહાડી વિસ્તારોમાંથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતી હોય છે ત્યારે હિમાલય ક્ષેત્રમાં બરફ વર્ષા થવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં ઓક્ટોબર મહિનો પૂરો થતાં ઠંડા પવનોની અસર શહેરમાં વર્તાય તેવી સંભાવના રહેલી છે.હજી 2 સપ્તાહ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. મંગળવારના રોજ ગરમીનો પારો 34 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે.

હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા બાદ વડોદરામાં ઠંડા પવનોની અસર વર્તાશે. જેમાં રાતનો પારો 20 ડિગ્રી કે તેથી નીચે પહોંચશે. જોકે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પારો 22 ડિગ્રી સુધી રહી શકે છે.

સોમવારના રોજ સંપૂર્ણ દિવસ વાતાવરણ સાફ રહ્યું હતું. જ્યારે સમગ્ર દિવસ તડકો પણ રહ્યો હતો. જેના પગલે શહેરનું મહત્તમ તાપમાન 1.3 ડિગ્રી વધીને 34.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ સવારે 78 ટકા અને સાંજે 49 ટકા નોંધાયું હતું. બીજી તરફ પશ્ચિમની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...