તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોર બેદરકારી:દર્દીના ઓપરેશન બાદ ઘૂંટણની નીચેનો ભાગ કૂતરું ખેંચી ગયું

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમાની ગુજરાત સર્જિકલ હોસ્પિટલના સંચાલકોની ઘોર બેદરકારી
 • સમામાં દર્દીના પગના ઘૂંટણની નીચેનો ભાગ કાઢી નાખ્યો હતો

શહેરના સમા વિસ્તારમાં આવેલી ગુજરાત સર્જીકલ હોસ્પિટલના તબીબ અને સંચાલકોની ગંભીર બેદરકારી સામે સમા પોલીસે ગુનો નોંધ્યો છે. ગુજરાત સર્જીકલ હોસ્પિટલમાં એક દર્દીના ડાબા પગનું ઓપરેશન કરી ઘુંટણની નીચેનો ભાગનો યોગ્ય નિકાલ નહી કરાતા શેરી કુંતરું આ ઘુંટણની નીચેના ભાગને ખેંચીને રસ્તા પર લાવ્યું હતું. કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કર્યા બાદ ગુનો નોંધ્યો હતો.

સમા પોલીસને જાણ થઇ હતી કે સમા જીગર વિદ્યાલય પાસે ચાણકયપુરી સોસાયટીના મકાનની કંપાઉન્ડ વોલ પાસે માનવ પગ પડેલો છે, જેથી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં દવાખાનાના પ્લાસ્ટીકમાં મુકેલો દવાખાનાના સફેદ પટ્ટાથી વીંટાળેલો ઘુંટણથી નીચેના ભાગનો માનવ પગ જોવા મળ્યો હતો. પોલીસે સ્થાનિક રહીશોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ માનવ પગ પાસે એક શેરી કૂતરું ઉભેલું હતું.

પોલીસે આ કોનો માનવ પગ છે તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચાણકયપુરી સોસાયટી પાસે આવેલી ગુજરાત સર્જીકલ હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દી રાકેશ ધુળાભાઇ વસાવાને ડાબા પગની બિમારી હતી અને ગુજરાત સર્જીકલ હોસ્પિટલના તબીબે તેનું ઓપરેશન કરી ડાબા પગની ઘુંટણની નીચેનો ભાગ કાઢી નાંખ્યો હતો અને તેનો યોગ્ય નિકાલ પણ નહી કરી ગંભીર બેદરકારી દાખવી હતી અને જેથી શેરી કુતરું પગને ખેંચીને બહાર રસ્તા પર જાહેરમાં લાવ્યું હતું અને અન્ય લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઉભો કર્યો હતો. સમા પોલીસે આ મામલે ગુજરાત સર્જીકલ હોસ્પિટલન સંચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

ઘૂંટણના નીચેના ભાગનો DNA ટેસ્ટ કરાશે: પોલીસે ગુનો દાખલ કર્યો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દવાખાનાના પ્લાસ્ટિકમાં સફેદ પટ્ટા થી વીંટાળેલી હાલતમાં મળેલા ઘૂંટણના નીચેના ભાગ નો ડી.એન.એ ટેસ્ટ કરાવવાની તજવીજ કરાશે. આ ઉપરાંત પોલીસે હોસ્પિટલના સ્ટાફના નિવેદન નોંધ્યા હતા તથા હોસ્પિટલના તબીબ ડોકટર ચંદ્રશેખરને પણ નિવેદન આપવા બોલાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો