વિશ્વ યોગ દિવસની તૈયારી:વડોદરાના કમાટીબાગમાં હેરિટેઝ બરોડા મ્યુઝિયમ ખાતે ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું શૂટિંગ થયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આપતી ગુજરાતની 75 હેરિટેજ જગ્યા પર ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ હાથ ધરવામાં આવ્યું છે. - Divya Bhaskar
આપતી ગુજરાતની 75 હેરિટેજ જગ્યા પર ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ હાથ ધરવામાં આવ્યું છે.
  • 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસના પ્રસંગે ડોક્યમેન્ટ્રી દર્શાવવામાં આવશે

આઝાદીના 75 વર્ષ નિમિત્તે ચાલી રહેલા અમૃત પર્વ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આયુષ મંત્રાલયે યોગની માહિતી આપતી ગુજરાતની 75 હેરિટેજ જગ્યા પર ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ હાથ ધરવામાં આવ્યું છે.

વિશ્વ યોગ દિવસે ડોક્યમેન્ટ્રી બતાવવામાં આવશે
જે અંતર્ગત આજે કમાટીબાગ ખાતે બરોડા મ્યુઝિયમના પરિસરમાં અને કમાટીબાગના ગાર્ડનમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ગઇકાલે પણ શહેરના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે 150 જેટલા યોગ સાધકોએ શૂટિંગ કર્યું હતું. આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસના પ્રસંગે આ ડોક્યમેન્ટ્રી દર્શાવવામાં આવશે.

બરોડા મ્યુઝિયમના પરિસરમાં અને કમાટીબાગના ગાર્ડનમાં શૂટિંગ કરવામાં આવ્યું
બરોડા મ્યુઝિયમના પરિસરમાં અને કમાટીબાગના ગાર્ડનમાં શૂટિંગ કરવામાં આવ્યું

'માનવતા માટે યોગ'ની થીમ પર યોગ દિવસ ઉજવાશે
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 21 જૂને 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ' જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...