પ્રેમલગ્ન બાદ પતિના ત્રાસના કારણે પત્નીએ 3 વાર અભયમને જાણ કરી હતી. છતાં પતિએ શારીરિક-માનસિક ત્રાસ આપતાં, પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખી ઘરની બહાર કાઢી મૂકતાં પત્નીએ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. સમા-સાવલી રોડ પર રહેતી તબીબ પ્રિયંકા (નામ બદલ્યું છે)ના પ્રેમ લગ્ન તબીબ વિશાલ સાથે થયા હતા.
દંપતી મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે. લગ્નના થોડા સમય બાદ કોઈ કારણ વગર વિશાલ પ્રિયંકા સાથે ઝઘડો કરી મેણાં-ટોણાં મારતો હતો. સમાજમાં બદનામીના ડરે યુવતી કંઈ બોલતી નહોતી. વિશાલનો ત્રાસ વધતાં પ્રિયંકાએ અભયમની 3 વાર મદદ લીધી હતી. અભયમના કાઉન્સેલિંગ બાદ પણ વિશાલમાં ફરક નહોતો પડ્યો અને પત્નીને ધમકી આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી.
જેથી તેને ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી હતી. વિશાલ પ્રિયંકાની ઓફિસમાં પણ તેના ચારિત્ર્ય વિશે ખોટી અફવા ફેલાવીતો હતો. પ્રિયંકાએ વિશાલને વકીલ દ્વારા નોટિસ આપી હતી, જેનો વિશાલે જવાબ નહોતો આપ્યો. અંતે પ્રિયંકાએ મહિલા પોલીસમાં ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.