તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:શહેરના ગોત્રી સ્થિત જિલ્લા પુસ્તકાલયને રૂા.1 કરોડના ખર્ચે સ્માર્ટ-મોડર્ન બનાવાશે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાઇફાઇ નેટવર્ક-ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, રિફ્રેશમેન્ટ ઝોનની સુવિધા ઊભી કરાશે

ગોત્રી સ્થિત જિલ્લા લાયબ્રેરીને રૂા.1 કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરી બનાવાશે. આ લાયબ્રેરીમાં સી.સી.ટીવી, વાઇફાઇ નેટવર્ક,ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ,રિફ્રેસમેન્ટ ઝોન જેવી અદ્યતન સુવિધાઓ થી સજ્જ કરી શકાશે.જ્યારે લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓના વાંચન માટે ભવિષ્યમાં સવારના 8 થી રાતના 12 વાગ્યા સુધી સુવિધા ઉભી કરાશ જેમાં અંદાજે 300 છાત્રો લાભ શકસે..રાજ્ય ગ્રંથપાલ જે.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે,વડોદરાનું મધ્યસ્થ ગ્રંથાલય એટલે માંડવી સ્થિત સેન્ટ્રલ લાયબ્રેરી રાજ્ય ગ્રંથાલયનો દરજ્જો ધરાવે છે. આ લાયબ્રેરીને મહારાજ સયાજીરાવ ગાયકવાડે વડોદરાની જનતા માટે બનાવી હતી.

આ લાયબ્રેરીની ખુબ નામના છે. પરંતું વડોદરાના ગોત્રી વિસ્તારમાં પણ એક જિલ્લા ગ્રંથાલય આવેલું છે. જે મોટાભાગના લોકોને ખબર નથી. આ લાઈબ્રેરીમાં કુલ 10 હજાર જેટલા સદસ્યો છે અને 28 હજાર થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 5 જિલ્લા ગ્રંથાલયોને અદ્યતન અને સ્માર્ટ બનાવવા પ્રત્યેક લાયબ્રેરીને રૂા.1 કરોડનું ફંડ આપવાની જાહેરાત કરી છે. વડોદરા જિલ્લા ગ્રંથાલયનો તેમાં સમાવેશ થવા થી હવે શહેરને એક સ્માર્ટ લાયબ્રેરી મળશે.ઉલ્લેખનિય છે કે વડોદરાના સયાજીકાલીન મધ્યસ્થ પુસ્તકાલયમાં અંદાજે 3 લાખ જેટલાં પુસ્તકો છે જેમાં ઘણાં દુર્લભ ગ્રંથો નો સમાવેશ થાય છે.

તેના 37 હજાર જેટલાં સદસ્યો છે.ફંડ ની મદદ થી પુસ્તકાલયમાં રીફ્રેશમેન્ટ ઝોન,આર.ઓ.પ્લાન્ટ,અદ્યતન ફર્નિચર,નવા પુસ્તકો અને વાંચન સામગ્રી,સંદર્ભ ગ્રંથો નો ઉમેરો કરી શકાશે. હાલમાં પુસ્તકાલય ના સંદર્ભ વિભાગમાં વાંચન ખંડની મર્યાદિત સુવિધા છે.આ નવી સુવિધામાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ વિભાગો રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરનારા તેમજ શૈક્ષણિક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ને માટે આ સુવિધા બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...