ફેરફાર:રેલવે સ્ટેશન પર બૂલેટ ટ્રેનના 3 પિલર વચ્ચે અંતર વધારાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા સ્ટેશનનું બ્યૂટિફિકેશન ન બગડે તે માટે કવાયત
  • પ્લેટફોર્મ 7 ને બદલે 1 નંબર પાસેથી ટ્રેન પસાર થશે

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 સામેના પરિસરમાંથી બૂલેટ ટ્રેનનો ટ્રેક પસાર થતો હોવાને કારણે તે માટેના પિલર સ્ટેશનની સામે આવી રહ્યા છે, જેને કારણે અંદાજે રૂપિયા 12 કરોડના ખર્ચે ડેવલપ થયેલું વડોદરા રેલવે સ્ટેશનનું બ્યૂટિફિકેશન બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેથી બૂલેટ ટ્રેન દ્વારા આ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

વડોદરા ખાતેના નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ વડોદરા સ્ટેશનની સામે 90 મીટરના પરિસરમાં 3 પિલર આવે છે. એલાઈમેન્ટ બદલ્યા બાદ 7 નંબરને બદલે 1 નંબર પાસેથી ટ્રેન પસાર થશે. કડક બજારને બદલે રેલવેની જગ્યામાં પિલર ઊભો કરવાનો છે ત્યારે હવે એલાઈમેન્ટ બદલાય તેવી શક્યતા નથી, પરંતુ રેલવેની સુંદરતા ન બગડે તે માટે 3 પિલર વચ્ચે 2 મીટર જેટલું અંતર વધારીને સુંદરતા જાળવવા માટે પ્રયાસ થશે.

સ્ટેશનનું ટેન્ડર ડિસેમ્બરમાં એલોટ થશે
છાણીથી મકરપુરા સુધીના 8 કિમી અને બૂલેટ ટ્રેનના સ્ટેશનનું સી/5 પેકેજનું ટેન્ડર આગામી ડિસેમ્બર મહિનામાં એલોટ થઈ જશે. અત્યારે ટેક્નિકલ બીડ ઓપન થશે. આગામી સપ્તાહમાં ફાઇનાન્સિયલ બીડ ઓપન થયા બાદ 15 ડિસેમ્બર સુધીમાં ટેન્ડર એલોટ થશે.

અન્ય સમાચારો પણ છે...