તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતરાકાંડ અને લાકડા કૌભાંડ:વિવાદી કોન્ટ્રાક્ટરને રૂ. 2 કરોડનું કામ નહીં અપાય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલાલીમાં પાણી લાઇનની દરખાસ્ત મુલતવી

કોરોના કાળના પ્રારંભમાં નાગરવાડા સહિતના ઉત્તર ઝોનમાં લગાવાયેલા પતરાના જે કોન્ટ્રાક્ટરના બિલો હજી વિવાદના કારણે મંજૂર કરવામાં આવ્યા નથી અને બીજા કિસ્સામાં લાકડા પણ સો મિલમાં પધરાવી દેવાયા હતા ત્યારે તેને જ ઉત્તર ઝોનમાં સિવિલ કામનો રૂ.2 કરોડ નો કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કરતી દરખાસ્ત પર સ્થાયી સમિતિએ નિર્ણય લેવાનું ટાળ્યું હતું.

સ્થાયીની બેઠકમાં કારેલીબાગ રાત્રી બજાર ના પરવાનેદારોને રજૂઆત આધારે તમામ દુકાનદારોને ગત નાણાકીય વર્ષના ભાડામાં 50 % અને વ્યાજમાં 100% માફી આપવાની ભલામણ કરતી પુરવણી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને તેને એક જ ઝાટકે મંજૂર કરવામાં આવી હતી.

તેવી જ રીતે કલાલી અને સમામાં પાણીની લાઇનના નેટવર્ક માટે બે જુદાજુદા ટેન્ડર મંજૂરી માટે રજૂ થયા હતા. જેમાં સમામાં અંદાજ કરતા 3.52 % ઓછા ભાવનું અને કલાલીમાં અંદાજ કરતા 12.58% નીચા દરનું ટેન્ડર લોએસ્ટ રહ્યું હતું. પાણીની લાઇનના નેટવર્કની કામગીરી એક સરખી છે ત્યારે બંને વચ્ચે ખાતાના અંદાજ કરતા ઓછા દરમાં ફેરફાર કેમ તેવો સવાલ ઉઠતા કલાલી નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું અને સમા માટેની દરખાસ્ત મુલતવી કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...