તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:તાંબેકર હવેલી પાસેની સ્કૂલનાે જર્જરીત ભાગ ASIને અપાશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવેલી અને સ્કૂલની કોમન દીવાલ ધરાશાયી થવાની શક્યતા છે
 • લાઇબ્રેરી, આર્ટ ગેલેરી અથવા પ્રદર્શન હોલ બનાવવાનું આયોજન

રાવપુરાની ઐતિહાસિક તાંબેકર હવેલી પાસેની સરકારી સ્કૂલના બિસ્માર ભાગ જાળવણી અને નિભાવણી માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને સોંપાશે. તેમાં લાઇબ્રેરી, આર્ટ ગેલેરી અથવા પ્રદર્શન હોલ બનાવી સંયુક્ત રીતે ઉપયોગ કરવાનો નિર્ણય લેવાશે.

રાવપુરાની તાંબેકર હવેલીને આરક્ષિત જાહેર કરાઈ છે અને તેની જાળવણી અને નિભાવણી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાય છે. હવેલીને અડીને સમિતિની શાળાનું મકાન જર્જરીત છે અને ત્યાં ખુલ્લી જગ્યા પણ છે. જેના ઉપયોગ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડેન્ટ તરફથી પાલિકાને પત્ર પાઠવાયો છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ હવેલી આરક્ષિત હોવાથી તેની સંપૂર્ણ સાચવણીનો હેતુ છે અને હવેલીને અડીને આવેલી સ્કૂલની દીવાલ કોમન હોવાથી ત્યાં ચોમાસામાં પાણી ભરાઇ જતાં દીવાલ ધરાશાયી થાય તેવી શક્યતા છે ત્યારે તેનો કબજો પુરાતત્વ વિભાગને આપવો જોઈએ.

હવેલીમાં કેટલાંક દુર્લભ ચિત્રો છે. જેની નિભાવણીનાે ખર્ચ પહોંચી વળવાની સાથે વધુ નુકસાન થાય નહીં અને જગ્યાનો ઉપયોગ થાય તે દિશામાં વિચારણા કરાઈ છે. જેના ભાગરૂપે સ્કૂલવાળા ભાગમાં આર્ટ ગેલેરી, પુસ્તકાલય કે પ્રદર્શન હોલ જેવી વ્યવસ્થા કરાય તો તેની આવકમાંથી જાળવણીના ખર્ચના કેટલાક ભાગને પહોંચી વળાય. 356 ચો.મી.નો વિસ્તાર જૂની સ્કૂલ બિલ્ડિંગનો છે અને એએસઆઈને આપવા ભલામણ પાલિકાના જમીન મિલકત વિભાગે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો