ભાસ્કર વિશેષ:SSGના બાળ વિભાગને શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનું સન્માન મળ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એવોર્ડને બાળ ચિકિત્સા વિભાગે ખુશી વ્યકત કરી વધાવ્યો હતો. - Divya Bhaskar
એવોર્ડને બાળ ચિકિત્સા વિભાગે ખુશી વ્યકત કરી વધાવ્યો હતો.
  • સુરતમાં ખાતે યોજાયેલી ગુજપેડીકોન 21માં એસએસજીની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું

શહેરના એસએસજી હોસ્પિટલના બાળ રોગ ચિકિત્સા વિભાગે બરોડા મેડિકલ કોલેજનું ગૌરવ વધાર્યું છે. સુરત ખાતે ગુજપેડીકોન 21 માં રાજ્યની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજીસના વિભાગમાં એસએસજીના બાળ વિભાગને શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનું સન્માન મળ્યું છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ પરિવારની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. હાલમાં સુરત ખાતે બાળ રોગ ચિકિત્સકોની રાજ્ય સંસ્થા એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ આયોજિત રાજ્ય પરિષદ ગુજપેડીકોન 21 ચાલી રહી છે. જે પરિષદમાં સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ સંલગ્ન બાળ ચિકિત્સા વિભાગને રાજ્યની સરકારી બાળ ચિકિત્સા સંસ્થાઓમાં શ્રેષ્ઠ વિભાગનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ સંદર્ભે બાળ રોગ ચિકિત્સા વિભાગના હેડ ડો. શીલા ઐયરના જણાવ્યા અનુસાર અમારા વિભાગના નવજાત શિશુથી લઈને કિશોરાવસ્થા સુધીના બાળકોના આરોગ્યની કાળજી લે છે અને ઉત્તમ બાળ રોગ ચિકિત્સાનું શિક્ષણ આપવાનું કામ કરે છે. કોરોનાકાળમાં તેમજ હાલમાં ઓમીક્રોનના જોખમને અનુલક્ષીને બાળકો માટે અલાયદિ વ્યવસ્થા કરી છે.

SSGનો બાળ વિભાગ સુવિધાથી સજ્જ
બાળ વિભાગમાં રોજ 80થી વધુ બાળ દર્દીને લાભ મળે છે. એપીલેપ્સી ક્લિનિક, નેફ્રોલોજી ક્લિનિક, અસ્થમા ક્લિનિક, એડોલ્સેન્ટ ફ્રેન્ડલી ક્લિનિક ચલાવાય છે.તદુપરાંત અદ્યતન એનઆઇસીયુ ,પીઆઇસીયુ સહિતની જરૂરી જીવન રક્ષક સુવિધા છે. હિમેટોલોજી ક્લિનિકમાં સિકલસેલ, થેલેસેમિયા પીડિત બાળકોની સઘન સારવાર કરાય છે.

બાળ વિભાગમાં MOMનું સંચાલન
આ વિભાગ વિવિધ કારણોસર જે નવજાત શિશુઓ માતાના દૂધથી વંચિત રહે છે, તેમના માટે મધર્સ ઓવ્ન મિલ્કનું સંચાલન કરે છે. આ વ્યવસ્થા હેઠળ જેમને પોતાના શિશુની જરૂરિયાત કરતાં વધુ ધાવણ આવે છે એવી માતાઓ પાસેથી સલામત રીતે માતાના દૂધનું સ્વૈચ્છિક દાન મેળવી, ચકાસણી કરી, પેશ્યુરાઈઝ કરી વંચિત બાળકોને અપાય છે.

અન્ય સમાચારો પણ છે...