મહેસૂલી આવકમાં વધારો:ખાણ ખનીજ વિભાગને 3 વર્ષમાં સૌથી વધુ આ વર્ષે 10,134 લાખ આવક

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતા તરફથી ખનીજ સંબંધી છેલ્લા ત્રણ વર્ષની મહેસૂલી આવકમાં માતબર વધારો થયો છે. જિલ્લા કલેકટર હસ્તક આવતા ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા મહેસૂલી આવક દર વર્ષે વધી રહી છે. વર્ષ 2019-20 દરમ્યાન 7398.58 લાખ આવક હતી, જે વર્ષ 2020-21 દરમ્યાન 8190.87 લાખ થઇ હતી. વર્ષ 2021-22માં 10,134.46 લાખ થઇ છે.

સઘન ચેકિંગમાં ત્રણ વર્ષમાં ગેરકાયદે ખનન, વહન, સંગ્રહમાં 2019-20માં 351 કેસો થકી રૂા. 449.24 લાખ, 2020-21માં 255 કેસો પકડી રૂા. 451.15 લાખ, 2021-22માં 358 કેસો પકડી રૂા. 794.45 લાખનો દંડ વસૂલાયો છે. ખાણ ખનીજના બ્લોકની ઈ-ઓક્શન મારફત ફાળવણી સંબંધી છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કાર્યવાહી અન્વયે વર્ષ 2019-20 દરમ્યાન 47 બ્લોકની સફળ હરાજી કરી 2140.06 લાખની આવક, વર્ષ 2020-21 દરમ્યાન 34 બ્લોકની સફળ હરાજી કરી રૂા. 44.87 લાખની આવક, વર્ષ 2021-22 દરમ્યાન 43 બ્લોકની સફળ હરાજી કરી 24.3 લાખની આવક કરી છે.

અન્ય સમાચારો પણ છે...