એક્શન:ગુરુકુલ વિદ્યાલયની નોટિસ અંગે ડીઇઓ તપાસ કરશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફી બાકી હોય તેનાં દફતર જમા લેવાનું કહ્યું હતું
  • સ્કૂલ જવાબદાર ઠરશે તો તેની સામે પગલાં ભરાશે

હરણી-વારસિયા રિંગ રોડના ગુરુકુલ વિદ્યાલયે ધોરણ 1થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે સૂચના જારી કરી છે. જેમાં ‘જૂની અથવા ચાલુ વર્ષની ફી બાકી હોય તો તેવા વિદ્યાર્થીઓનાં દફતર જમા લેવાશે અને ફી ભરી દેતાં પરત અપાશ’ તેમ જણાવ્યું છે. આ સંદર્ભે ડીઈઓ કચેરી દ્વારા તપાસ હાથ ધરી કસૂરવાર જણાશે તો પગલાં ભરાશે.

ગુરુકુલ વિદ્યાલય દ્વારા ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓનાં દફતર જમા લેવાનો મેસેજ વાલીઓને મોકલાતાં વાલીઓમાં નારાજગી જોવા મળી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર છે. ડીઇઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે, વાલીઓને અપાયેલી નોટિસ સંદર્ભે તપાસ હાથ ધરી સ્કૂલ જવાબદાર ઠરશે તો પગલાં ભરાશે. બીજી તરફ શાળા સંચાલકોએ દાવો કર્યો હતો કે, એક પણ દફતર જમા લીધું નથી. 3 વર્ષથી વિદ્યાર્થી ફી ચૂકવતા નથી, જેથી માત્ર મેસેજ કર્યો છે. અગાઉ પણ મેસેજ કર્યો હતો પણ કોઇ વિદ્યાર્થીના દફતર જમા લીધાં નથી.

અન્ય સમાચારો પણ છે...