આપણા દેશમાં હજારો વર્ષ જુની સંસ્કૃતિ ટકી રહી છે, તો તેનો જો યશ-જશ આપવો હોય તો સંતો-મહંતોને આપવો પડે. સંસ્કૃતિને કારણે આપણા સંયુક્ત કુટુંબ ટકેલા છે. આ રાષ્ટ્રને સમર્પિત થવાની ભાવના યુવાનોમાં સંતો-મહંતોના કારણે જ આવતી હોય છે. કોઈ રાજકારણી મજબૂત હોતો જ નથી. પરંતુ તે ક્યારે મજબૂત બને કે જ્યારે તે કોઈ સંતના ચરણોમાં નમતો હોય છે. સંતો દ્વારા ચીંધેલા માર્ગ પર ચાલે છે. અને ત્યારે જ તેને સારા પરિણામો મળતા હોય છે.
એટલે જ રાજસત્તા અને ધર્મસત્તા બંને વચ્ચે સુમેળ, વિશ્વાસ, સંતોની સંરક્ષણની જવાબદારી જેમ પહેલા રાજા રાખતા હતા, ત્યારે આજના સમયમાં તેમની સુરક્ષાની જવાબદારી આજના રાજકારણીઓએ રાખવી જોઈએ. રામમંદિરની સંતોની ઈચ્છા પણ વડાપ્રધાને પૂર્ણ કરી. જ્ઞાનવાપી મસ્જિદ માટે લોકોમાં ચર્ચા થઈ છે કે દરેક મંદિર પાસે મસ્જિદ કેમ નીકળે છે. અને દરેક મસ્જિદ પાસે મંદિર કેમ નીકળે છે? કોઈને કોઈ જુલમખોર જ્યારે શાસનમાં આવ્યાં હશે, તેમણે હિંદુ ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે. તે ધીમે ધીમે ઉજાગર થઈ રહ્યંુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.