વિદ્યાર્થીઓમાં રોષ:યુનિવર્સિટીમાં ડિગ્રી સર્ટિ તો ઠીક હજી ગોલ્ડ મેડલ પણ અપાયા નથી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદવીદાન સમારંભ યોજ્યાને ચાર મહિના વીતી ગયા
  • 177 વિદ્યાર્થીને 277 ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરાઇ હતી

મ.સ. યુનિવર્સિટીમાં ડિગ્રી સર્ટિફીકેટ તો આપવામાં નથી જ આવ્યા પણ હજુ સુધી ગોલ્ડ મેડલ પણ અપવામાં આવ્યા નથી. 177 વિદ્યાર્થીઓને 277 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. એમ.એસ.યુનિ. ના રેઢીયારા તંત્રના પગલે વિદ્યાર્થીઓ રોજે રોજ નવી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. સંદતર નિષ્ફળ ગેયેલા વહીવટના પગલે વિદ્યાર્થીઓ પરીક્ષા,ડિગ્રી સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવેલા પદવીદાન સમારંભના ડિગ્રી સર્ટિફીકેટ 4 મહિને પણ આપી શકાયા નથી.

ત્યારે પદવીદાન સમારંભના દિવસે ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને પણ મેડલ આપવામાં આવ્યા નથી. પદવીદાન સમારંભના દિવસે વચ્યુઅલી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 4 મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં પણ ગોલ્ડમેડાલીસ્ટોને મેડલ એનાયત કરવામાં ના આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગોલ્ડ મેડલ માટે સમારંભ યોજીને તેમને મેડલ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે હજુ સુધી કોઇ પણ પ્રકારનું આયોજન કરી શકાયું નથી. ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેરના પગલે ઓનલાઇન મોડથી પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જોકે ત્યાર પછી કોરોનાની લહેર શમી ગઇ હતી. તેમ છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા નથી. ઉલ્લ્ેખનીય છે કે ડીગ્રી સર્ટિકિફકેટ પ્રિન્ટિંગમાં હોવાથી ચેક કવવાના બાકી હોવાનું બહાનુ બતાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...