વિવાદ:તંબુ-પાણીના બિલ આવ્યાં બાદ નિર્ણય થશે, દરખાસ્ત મુલતવી

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ પરીક્ષામાં તંબુ-પાણીના 23 લાખનો ખર્ચનો વિવાદ

માર્ચ મહિનામાં યોજાયેલી ધો.10 -12ની બોર્ડ પરીક્ષાઓમાં શાળાઓ પર બાંધેલા તંબુ અને પાણીનો 14 દિવસનો ખર્ચ 23.25 લાખ રૂપિયા હોવાની દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિમાં આવતાં વિવાદ થયો હતો. જે દરખાસ્તને મુલતવી રખાઇ હતી. જોકે હાલમાં ફરીથી કામ આવતાં સમિતિએ ઉચ્ચક ખર્ચની જગ્યાએ જ્યારે બિલો રજૂ થશે ત્યારે નિર્ણય લેવાનું નક્કી કરી દરખાસ્તને ફરી મુલતવી કરી છે. બોર્ડની પરીક્ષા ટાણે શાળાઓની બહાર વાલીઓને તાપમાં ઊભું ન રહેવું પડે તે માટે તંબુ, ખુરશી, પાણીના જગની વ્યવસ્થા પાલીકા કરે છે.

28 માર્ચથી ધોરણ 10-12ની પરીક્ષામાં પાલિકાએ 30મીથી 95 શાળાઓમાં તંબુ બાંધી પાણીના જગ મુક્યા હતાં. જેના ફરાસખાનાને 14 દિવસના રૂા. 23.25 લાખ ચૂકવવાની દરખાસ્ત આવી હતી. ઇજારદારે પાણીના એક જગનો ભાવ રૂા. 30 મૂક્યો જે બજારમાં રૂા. 20માં મળે છે. આ સહિત અનેક વિસંગતતા જણાતાં સમિતિએ દરખાસ્ત મુલતવી રાખી હતી. હાલ ફરી આ કામને સ્થાયીના એજન્ડા પર લેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...