BCAનો વિવાદ:કૌશિક ભટ્ટના રાજીનામા અંગે નિર્ણય એપેક્ષ કરશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરોડા ક્રિકેટ એસોસીયેશનમાં અત્યાર સુધી કેટલાક એપેક્ષ સભ્યો જ કહેતાં હતા કે અમારી ઉપેક્ષા થાય છે, પણ બીસીએના સતાધારી જૂથ રિવાઇવલના અગ્રણી અને બીસીએની ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટિના ચેરમેન- ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટે હોદેદારો દ્વારા થતી સતત અવગણનાના કારણે કમિટિના ચેરમેનપદેથી રાજીનામું નામું આપી દેતાં તેમને મનાવી લેવા માટે પ્રયાસ હાથ ધરાયા છે પણ તેઓ રાજીનામું નહિ પાછું ખેંચવા માટે મક્કમ હોવાનું જાણવા મળે છે.

કૌશિક ભટ્ટને સ્ટેડિયમ કમિટિમાં સમાવી લેવા માટે પણ પ્રયાસ હાથ ધરાયા છે પણ તેમણે રાજીનામું પાછું નહી ખેંચવા માટે મક્કમતા દર્શાવી છે. કૌશિક ભટ્ટે જણાવ્યું હતું કે ‘રાજીનામું પાછું ખેંચવાનો સવાલ જ નથી.બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે તેમના રાજીનામાંં અંગે એપેક્ષ કમિટિમાં નિર્ણય લેવાશે. બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ સતાધારી જૂથમાં વિવાદ ચાલતો હતો પણ તેને ચેનકેન પ્રકારે ડામવામાં અગ્રણીઓ સફળ થયા હતા પણ આ કિસ્સામાં તેમની ગણતરી ઉંધી પડી હતી. સતાધારી જૂથના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ અગાઉ તેમને સ્ટેડિયમ કમિટિમાં પણ ઇન્વાઈટી તરીકે ઉપસ્થિત રહેવા માટે જણાવાયું હતું,