તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • The Decision Of Examination Of 60 Marks In MSU Will Be Postponed, Of 30 Marks; External 30 Marks Were Likely To Reduce The Importance Of The Exam

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:MSUમાં 60 માર્કસની પરીક્ષાનો નિર્ણય મોકૂફ, 30 માર્કસની થશે; એક્સટર્નલ 30 માર્કસ હોઇ પરીક્ષાનું મહત્વ ઘટવાની શક્યતા હતી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

એમ.એસ.યુનિવર્સિટીમાં 60 માર્કની ઇન્ટરનલ પરીક્ષા લેવાનો નિર્ણય મોકુફ રખાયો છે. યુનિ.ની એક્ષર્ટનલ પરીક્ષાનું મહત્વના રહે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા થઇ શકે તેવી દલીલના પગલે 30 માર્કની જ ઇન્ટરનલ લેવાશે.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા નવી શિક્ષણ નિતિ અંતર્ગત 60 માર્કની ઇન્ટરનલ પરીક્ષા લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વીસી દ્વારા તમામ ફેકલ્ટીઓના ડીન ની એક બેઠક બોલાવી હતી. જેમાં ફેકલ્ટી ડીનોને 60 માર્કની ઇન્ટરનલ પરીક્ષાઓ લેવા માટેની સૂચનાઓ પણ અપાઈ હતી. જો કે સિન્ડિકેટમાં એવો સૂર પ્રગટ કરાયો હતો કે 60 માર્કની ઇન્ટનલ પરીક્ષા લેવાય તો યુનિવર્સિટીની એકસર્ટનલ પરીક્ષાનું કોઇ મહત્વ નહી રહે. આ ઉપરાંત વિદ્યાર્થી ઇન્ટરનલ પરીક્ષાના માર્કના આધારે જ પાસ થઇ જશે. વિદ્યાર્થીઓનું શોષણ થાય તેવી શકયતાઓ પણ રહેલી છે.

આર્ટસમાં 60 માર્કની ઇન્ટરનલ લઇ લીધી
આર્ટસ ફેકલ્ટી દ્વારા 60 માર્કની ઇન્ટરનલ પરીક્ષા લઇ લેવામાં આવી છે. તેવા સમયે હવે વિદ્યાર્થીઓના એવરેજ માર્ક કાઢીને 30 માર્કના આધારે તેમને ગુણાંક આપવામાં આવશે. યુનિ.ની એક માત્ર આર્ટસ ફેકલ્ટી દ્વારા 60 માર્કની ઇન્ટરનલ પરીક્ષા લીધી હતી. અન્ય ફેકલ્ટીઓ દ્વારા 30 માર્કની જ ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો