કાયાપલટની કવાયત:દશપિંડની જગ્યા યથાવત રહેશે રિનોવેશન સુધી શેડનો વિકલ્પ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાસવાડી સ્મશાન 1 વર્ષ માટે બંધ રહેશે
  • મહારાષ્ટ્રીયન​​​​​​​ સમાજને હાશકારો : જરૂર પડે વધુ જગ્યા ફળવાશે

શહેરના ગાયકવાડી સમયના ખાસવાડી સ્મશાનના નવીનીકરણમાં દશપિંડ વિધિની જગ્યા બાબતે થયેલા વિવાદ બાદ મેયર અને સાંસદે દશ પિંડ વિધિ માટેની જગ્યા ત્યાં જ રહેશે અને નવીનીકરણના સમય દરમ્યાન નજીકમાં હંગામી શેડની વ્યવસ્થા કરી અપાશે તેમ જણાવતા વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું છે.ખાસવાડીના નવીનીકરણ મુદ્દે અને કોન્ટ્રાક્ટર દ્વારા મૃતકની વિધિ કરાવતા ગુરુજીને દશપિંડ વિધિ માટેની જગ્યા ખાલી કરી અને તેઓને નજીકમાં 10 બાય 10ની ઓરડી બનાવી આપવાની વાત કરતા મહારાષ્ટ્રીયન સમાજે વિરોધ દર્શાવ્યો હતો.

બુધવારે મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો તેમજ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા. જ્યાં મેયર અને સાંસદે ખીડકીકર ગુરુને દશપિંડ માટેની જગ્યા અહીંયા જ રખાશે અને નવીનીકરણ થાય ત્યાં સુધી હંગામી ધોરણે શેડ બનાવવાની બાંહેધરી આપી હતી. મેયરે જણાવ્યું હતું કે એક વર્ષ માટે સ્મશાન બંધ રાખવાના નિર્ણય કર્યો છે. બુધવારે પાલિકાની સભામાં કાઉન્સિલર શ્રીરંગ આયરે, મનીષ પગાર, શ્વેતા ઉત્તેકર અને સુરુતા પ્રધાને મેયર અને સાંસદનો આભાર માન્યો હતો.

મેયર અને સાંસદે ખાતરી આપી છે
સવારે મેયર અને સાંસદ આવ્યા હતા. તેઓ ખાતરીઆપી છે કે 70 બાય 18ની જગ્યા છે. તે તેટલી જ રહેશે. જરૂર પડશે તો 70 બાય 24ની પણ જગ્યા ફાળવાશે. રીનોવેશન થતાં સુધી પતરાના શેડ બનાવી આપશે. - ખીડકીકર ગુરુજી, ખાસવાડી સ્મશાન

અન્ય સમાચારો પણ છે...