કોરોના કહેર યથાવત્:કોરોનાથી મહિલા અને વૃદ્ધનું મોત, વધુ 31 સાથે કુલ કેસ 900ને પાર

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • SSGના વધુ એક તબીબને ચેપ લાગ્યો, 5 શંકાસ્પદોનાં મોત

મંગળવારે શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાના 31 દર્દીઓ ઉમેરાયા હતા. આ સાથે શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યા 900ને આંબી ગઇ હતી. જ્યારે ગોરવાની મહિલા અને પાણીગેટના વૃદ્ધનું કોરોનાથી મોત નિપજ્યું હતું. કોરોના તજ્જ્ઞોની આગાહી મુજબ કેસોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. બીજી તરફ અમદાવાદની કોરોના હોસ્પિટલમાં ડ્યૂટી કરનારા વધુ એક રેસિડેક્વ્વન્ટ તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. ત્રીજા વર્ષની આ વિદ્યાર્થિની પરીક્ષા પણ ચાલી રહી છે. આ વિદ્યાર્થીને 13થી 20 સુધીકોરોના ડ્યૂટીમાં મોકલવામાં આવી હતી અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગોરવાના જલાનંદ ટાઉનશિપમાં રહેતા સુમનબેન મોરે (ઉવ.59) બીપી, હાઇ ડાયાબિટિસ અને કેન્સરની બીમારીથી પિડાતા હતા.  તેમને 10 દિવસ અગાઉ ન્યૂમોનિયાની થયા બાદ 19મી મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમનું  મંગળવારે  મોત નિપજ્યું હતું. જ્યારે પાણીગેટના 78 વર્ષિય સમસુદીન શેખનું પણ મોત થયુ઼ હતું. અમદાવાદ કોરોના હોસ્પિટલમાં ડયુટિ કરનાર એસએસજીના ડો. વિશાલ પ્રજાપતિનો 3 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  

તંત્ર દ્વારા મંગળવારે  જાહેરાત કરાઇ હતી. 4 શંકાસ્પદોના મોત થયા હતા. જેમાં ગોધરાનાા 75 વર્ષીય પંકજ સોનીનું ગોત્રી હોસ્પિટલમાં  મૃત્યુ થયું હતું. અલવાનાકાના 61 વર્ષીય તારાબેન ત્રિપાઠી, શિયાબાગ બોરડી ફળિયાના કપીલાબેન જિનગર (ઉવ.63) અને લક્ષ્મીપુરા ગોત્રી રોડ વિસ્તારના કેતન સુરેશ અગ્રવાલ તથા મહાકાળી સોસાયટીના 60 વર્ષીય વિનોદભાઇ ચીમનભાઇ પાટણવાડિયાનું શંકાસ્પદ કોરોનામાં મોત થયું હતું.

તંત્રે વધુ 4 મોત સ્વીકારતાં સત્તાવાર મૃત્યુ 42  

આજે તંત્ર દ્વારા વધુ 4 મોત કોરોનાથી થયા હોવાનું જાહેર કરાતા સત્તાવાર કુલઆંક 42 થયો છે. ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું કે, 13મીએ શિયાબાગના 77 વર્ષીય શાંતાબેન મિસ્ત્રી, રાજમહેલ રોડના ભૂપેન્દ્ર પટેલ ઉવ.62) અને જૂની કાછિયાપોળના 61 વર્ષીય કૃષ્ણકાંત પટેલ તથા વાડી ના 65 વર્ષીય શાહીદા રંગવાલાનું મૃત્યુ કોરોનાથી થયું હતું. જોકે અન્ય બીમારીઓને પણ કારણભૂત ઠેરવી છે.  

અન્ય સમાચારો પણ છે...