તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:શ્રીજી હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થતાં હોબાળો

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેન્ટિલેટર પર મૂકયાની મોડી જાણ કર્યાનો બળાપો
  • પરિવારજનોનો તબીબી નિષ્કાળજીનાે આક્ષેપ

શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા શ્રીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા વૃદ્ધાનું મોત નિપજતા પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. ઘટના સંદર્ભે પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં માંજલપુરના 60 વર્ષના ગજરાબેન બારીયા કોવિડની સારવાર લઈ રહ્યા હતા. તે એક સપ્તાહથી સારવાર હેઠળ હતા. બુધવારે રાતે તેમનુ એકાએક મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરી જણાવ્યું હતું કે બુધવારે સાંજે ગજરાબેન સાથે વાતચીત થઈ હતી. તેઓ સ્વસ્થ હતા. અગાઉ વેન્ટિલેટર પર હતા પરંતુ ત્યારબાદ તે સ્વસ્થ થયા હતા અને નોર્મલ હતા.

પરંતુ રાતે હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો કે ગજરાબેનની હાલત ક્રિટિકલ છે. ત્યારબાદ હોસ્પિટલમાં પહોંચી જોતા તેઓ મૃત હાલતમાં હતા. તબીબોએ તેમને પરત વેન્ટિલેટર પર મુક્યાં છે તેની જાણ મોડા કરી હતી અને તબીબ ગંભીર દર્દીને જોવા પણ નહીં આવતા હોવાના ગંભીર આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ તબીબે તમામ આક્ષેપોને નકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દર્દીને બચાવવા માટે છેલ્લે સુધી પ્રયત્ન કર્યા હતા. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો