ભારત સિરીઝ:હવે સોમવારથી ડીલરના લોગઇન કાર્યરત થશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખરે ભારત સિરીઝ ગુજરાતમાં ચાલુ કરવા આદેશ વાહન માલિકને અન્ય રાજ્યના ટેક્સ નહિ ભરવાં પડે

રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે નોટિફિકેશન જાહેર કરી ગુજરાતમાં પણ વાહનોને ભારત સીરીઝ આપવાની જોગવાઈ કરી હતી. જેથી હવે શહેરમાં નોકરી કરતાં ખાનગી કંપનીના કર્મચારીઓને સુગમતા રહેશે અને વારંવાર બદલી થતાં અન્ય રાજ્યોના ટેક્સ ભરવા નહિ પડે.કેન્દ્ર સરકાર દ્વારા જે કંપનીઓની ચાર રાજ્યમાં ઓફિસ હોય તેવી કંપનીઓના કર્મચારીઓ માટે રાષ્ટ્રવ્યાપી ભારત સિરીઝ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા અન્ય રાજ્યમાં શરૂ થયા બાદ હવે ગુજરાતમાં પણ ભારત સિરીઝ ચાલુ કરવા આદેશ થયા છે વડોદરા આરટીઓ ઈન્ચાર્જ એ.એ. પઠાણે જણાવ્યું હતું કે,3 દિવસની રજા બાદ નેક્સ્ટ વીકમાં કોઈપણ એપ્લિકેશનને આ નંબર જોઈતો હોય તો મળી શકશે ડીલરના લોગ ઈન કાર્યવાહી બે દિવસમાં પૂર્ણ કરાશે.

ખાસિયત શું છે?

  • આ સિરીઝમાં ફેન્સી નંબર નહીં મળે
  • માત્ર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને જ નંબર મળશે
  • વિદેશી ખરીદેલા વાહનો ઉપર હાલ આ નંબર નહીં મળે
  • ટ્રાન્સપોર્ટ વાહન ને નંબર મળશે નહીં
  • કંપનીના નામના વાહનને નંબર નહીં મળે
  • અરજદારે ફોર્મ 60નું વર્કિંગ સબમીટ કરવું પડશે
અન્ય સમાચારો પણ છે...