તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્ત:2 લાખ લોકોના રિટર્ન બાકી મુદત 10 જાન્યુઆરી કરાઇ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સર્વર ખોટકાવાના પગલે કરદાતા અટવાયા
 • ટેક્સ ઓડિટની તારીખ 15 જાન્યુ. સુધી લંબાવાઇ

ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું સર્વર ખોટકાવા ના પગલે રિટર્ન ભરવાની તારીખ લંબાવીને 10 જાન્યુઆરી કરાઈ છે. કોરોના મહામારી ના પગલે અંદાજિત 2 લાખ લોકોના રિટર્ન ભરવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.

ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી રિટર્ન ભરવા માટે ભારે ધસારો થતાં સર્વર ખોટકાઈ ગયું હતું. સર્વર ધીમે ચાલવાની પણ ફરિયાદો ઉઠી હતી. ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સરકાર પાસે તારીખ લંબાવવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી. વડોદરા ચેપ્ટરના પ્રમુખ કૃણાલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે લોકડાઉન ના પગલે ડેટા મેળવવામાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ હતી. આ ઉપરાંત રિટર્ન ભરવાની સાઇટમાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઇ હતી જેના કારણે સરકાર પાસે સમય વધારવાની માગણી કરાતા મુદત લંબાવીને 10 જાન્યુઆરી અને ટેક્સ ઓડિટની તારીખ 15 જાન્યુઆરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો