• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Daughter Of The Couple Who Came To Vadodara To Collect The Form Of The Housing Scheme Fell Apart In The Crowd, The Mother Cried When The Police Found The Daughter.

માતા-પુત્રીનું મિલન:વડોદરામાં આવાસ યોજનાનું ફોર્મ લેવા આવેલા દંપતીની દીકરી ભીડમાં વિખૂટી પડી ગઇ, પોલીસે દીકરીને શોધી આપતા માતાની આંખો ખુશીના આંસુથી છલકાઇ

વડોદરાએક મહિનો પહેલા
આવાસ યોજનાના ફોર્મ લેવા માટે આવેલ દંપતીની બાળકી ભારે ભીડમાં વિખુટી પડી ગઇ હતી
  • દીકરી હેમખેમ મળી જતાં દંપતિએ પોલીસ અધિકારી સહિત પોલીસ ટીમનો આભાર માન્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી સહિત 4 સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આવાસ યોજનાનો લાભ લેવા માગતા શહેરીજનોનો ફોર્મ લેવા સબંધિત કચેરીઓ ખાતે ભારે ધસારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના રાવપુરા રોડ ખાતે આવેલી આવાસ યોજનાની કચેરી ખાતે ફોર્મ લેવા માટે આવેલ દંપતીની બાળકી ભારે ભીડમાં વિખુટી પડી ગઇ હતી. જે બાળકીને રાવપુરા પોલીસે તેના માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. કલાકો બાદ માતા-પિતાએ દીકરીને હેમખેમ જોતા પોલીસ અધિકારી સામે પોતાના આંસુ રોકી શક્યા ન હતા. માતાએ રડતા..રડતા..પોલીસ ટીમનો આભાર માન્યો હતો.

આવાસ યાજનાના ફોર્મ લેવા માટે લોકોનો ભારે ધસારો
ઇ.ડબલ્યુ.એસ. યોજના અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે રાવપુરા રોડ ખાતે આવેલી આવાસ યોજનાની ઓફિસે આવાસ યાજનાના ફોર્મ લેવા માટે લોકોનો ભારે ધસારો થઇ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફોર્મ વિતરણની મુદત 31 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. આમ છતાં, ધીરજ ન રાખનાર લોકો ફોર્મ લેવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી રહ્યા છે. આજે પણ લોકોએ રાવપુરા રોડ સ્થિત કોર્પોરેશનની આવાસની કચેરી ખાતે ભારે ધસારો થયો હતો.

પોલીસે દીકરીને શોધી આપતા માતા રડી પડી હતી
પોલીસે દીકરીને શોધી આપતા માતા રડી પડી હતી

ફોર્મ લેવા આવેલા દંપતીની દીકરી ભીડમાં વિખૂટી પડી ગઇ
આજે સવારે મોટી સંખ્યમાં લોકો ફોર્મ લેવા માટે ઉમટી પડતાં તંત્રને ભીડને કાબુમાં લેવી મુશ્કેલી થઇ ગઇ હતી. આ ભીડમાં ફોર્મ લેવા માટે આવેલા જયશ્રીબહેન રાણાની માસુમ દીકરી વિખુટી પડી જતાં, જયશ્રીબહેન અને તેમના પતિ ચિંતામાં આવી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ફોર્મ લેવા માટે ઉમટી પડ્યા હતા. વિખુટી પડી ગયેલી દીકરીને શોધવી રાણા દંપતિ માટે મુશ્કેલ થઇ ગયું હતું. જયશ્રીબહેન રાણા રડતા...રડતા..પોતાના પતિ સાથે દીકરીની કલાકો સુધી શોધખોળ કરવા છતાં, ન મળતા ચિંતામાં આવી ગયા હતા.

દીકરી હેમખેમ મળી જતાં દંપતિએ પોલીસ અધિકારી સહિત પોલીસ ટીમનો આભાર માન્યો
દીકરી હેમખેમ મળી જતાં દંપતિએ પોલીસ અધિકારી સહિત પોલીસ ટીમનો આભાર માન્યો

પોલીસે મિલન કરાવતા માતાએ રડતા રડતા આભાર માન્યો
દરમિયાન ભીડ નજીક ફૂટપાથ ઉપર રડી રહેલી બાળકી ઉપર રાવપુરા પોલીસની નજર પડતા પોલીસ મથકે લઇ ગયા હતા. માતા-પિતાથી વિખુટી પડી ગયેલી બાળકીને શાંત કરવા માટે પોલીસ દ્વારા પાણી અને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. બાદમાં એ.સી.પી. મેઘા તેવારે બાળકીના માતા-પિતાને શોધવા માટે એક ટીમ રાવપુરા રોડ સ્થિત આવાસ યોજનાની ઓફિસે મોકલી હતી. જ્યાં હાંફડા-ફાંફડા બનીને વિખુટી પડી ગયેલી દીકરીને શોધી રહેલા માતા-પિતા ઉપર નજર પડતા પોલીસે દંપતિને પોલીસ મથકે લઇ ગઇ હતી. અને દીકરીને સોંપી હતી. દીકરી હેમ ખેમ મળતા માતા જયશ્રીબહેન પોતાના આંસુ રોકી શક્યા ન હતા. દીકરી હેમખેમ મળી જતાં રાણા દંપતિએ પોલીસ અધિકારી મેઘા તેવાર સહિત પોલીસ ટીમનો આભાર માન્યો હતો.

રાવપુરા પોલીસે તેના માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો
રાવપુરા પોલીસે તેના માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો
અન્ય સમાચારો પણ છે...