ક્રાઇમ:વાડી તાઈવાડામાં સતત બે દિવસ પીટની રમવા માટે ટોળું ભેગું થયું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોહરમ નિમિત્તે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર મોટું ટોળું એકત્ર થયું હતું, જેનો વીડિયો વાઇરલ થયો હતો
  • મોડી રાત્રે પોલીસે આખરે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો

એક તરફ કોરોના મહામારીના કારણે જાહેરમાં તહેવારોની ઉજવણી સદંતર બંધ છે અને સભા-સરઘસ પર પણ પ્રતિબંધ છે ત્યારે સતત બે દિવસ વાડી તાઇવાડા રિફાઈ મહોલ્લામાં મોહરમ નિમિત્તે પીટની રમવા મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મામલો શહેરમાં ભારે ચર્ચાનું કારણ બનતાં આજે રાત્રે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

ગત શુક્રવાર અને શનિવારે રાત્રે સોથી દોઢસો લોકોનું ટોળું માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર એકત્ર થયું હતું. કોરોના મહામારીના કારણે આ વખતે જાહેરમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી પર પ્રતિબંધ છે અને જો કોઈ જાહેરમાં ઉજવણી કરે તો તેની સામે પોલીસ કડકાઇ દાખવે છે. શ્રીજી મહોત્સવ દરમિયાન પણ પોલીસે કડકાઇ કરીને જાહેરમાં ઉજવણી બંધ કરાવી હતી. કોઈ પ્રકારના સભા-સરઘસ પર પણ પ્રતિબંધ મુકાયો છે અને પોલીસ જાહેરનામાંનો ભંગનો હવાલો આપી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપે છે. એસીપી એસ.જી. પાટીલે જણાવ્યું હતું કે, શુક્રવારે અને શનિવારે રાત્રે લોકો ભેગા થયા હતા પણ પોલીસે સ્થળ પર પહોંચી ટોળાને વિખેરી નાખ્યું હતું. આ બનાવ અંગે આજે રાત્રે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે.

ખંભાતમાં જુલૂસ નીકળ્યા પછી પોલીસ દોડી, 23 સહિત ટોળા સામે ગુનો નોંધાયો
ખંભાતમાં 160 વધુ પોિઝટીવ કેસ નોંધાઇ ચુકયા છે.તેમ છતાં બે જવાબદાર સ્થાનિક લોકો મહોરમ પર્વ નિમિતે કોરોના સંક્રમણની લગીરે ચિંતા કર્યા વગર હજારોથી વધુ લોકોએ ભેગા મળીને ઝરીનું ઝુલુસ કાઢીને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાળીને જાહેરનામનો ભંગ કરતાં પોલીસે 23 વ્યક્તિ સહિત ટોળા સામે ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...